વડોદરાઃ ગુજરાતમાં ઇતિહાસનો પ્રથમ કૃત્રિમ ગર્ભ ધારણ કરવાનો મામલો પહોંચ્યો ગુજરાત હાઇકોર્ટમાં પહોંચ્યો હતો. વડોદરાની મહિલાએ ગુજરાત હાઇકોર્ટમાં IVF માટે અરજી કરી હતી. ગુજરાત હાઈકોર્ટમાં અરજદારે રજૂઆત કરી હતી કે, અરજી કરનાર મહિલાના પતિ પાસે 24 કલાક જ જીવી શકે તેમ હોવાને કારણે મહિલાએ અરજી કરી.
અરજદારના પતિ પાસે ખૂબ ઓછો સમય હોવાને કારણે પતિના સ્પર્મના ઉપયોગથી IVF કરી બાળકનો જન્મ થાય તેવી મહિલાની ઈચ્છા છે. દર્દી સભાન અવસ્થામાં ન હોવાને કારણે ડોકટરે કોર્ટ પાસેથી મંજૂરી લેવા કહ્યું હતું. ખાનગી હોસ્પિટલે મહિલાની ઈચ્છાની અવગણના કરતા મહિલાએ હાઇકોર્ટનો સહારો લીધો હતો.
અરજી પર અરજન્ટ સુનાવણી હાથ ધરી હતી. ગુજરાત હાઈકોર્ટે 15 જ મિનિટમાં ઘટનાની ગંભીરતા પરખી વિશેષાધિકારની રુએ મહત્વનો આદેશ કર્યો હતો. ગુજરાત હાઈકોર્ટે સ્પર્મ લઇ લેવા કર્યો આદેશ. સ્પર્મનો ઉપયોગ IVF માટે આગામી સુનાવણી ન થાય ત્યાં સુધી ન કરવા આદેશ કર્યો હતો.
ગઈ કાલે સાંજે 5 :09 એ કોર્ટનો આદેશ આવ્યો હતો. 8 થી 8:30 માં દર્દીના સ્પમ લેવામાં આવ્યા. આઈ.વી.એફ ટેકનોલોજીની ડિમાન્ડ 1 દિવસ પહેલા આવી હતી. અમારે લીગલ રહેવું જરૂરી હતું, તેમ હોસ્પિટલ દ્વારા જણાવાયું હતું. કોર્ટે ખુબ જ પ્રશંસનીય કામગીરી કામગીરી કરી, તેમ પણ જણાવાયું હતું.
જે બાદ સાંજે 7:30 એ પરિવાર નું કાઉન્સિલ કરવામાં આવ્યું હતું. દર્દીને બ્લીર્ડિંગ થઈ શકે તે પરિવાર ને સમજાવવામાં આવ્યું. પરિવારને જીવનમાં આગળ લઈ જવા માટે પત્ની નો મહત્વપૂર્ણ નિર્ણય. કોર્ટના ઓર્ડર બાદ 2થી અઢી કલાકમાં કામગીરી પૂર્ણ કરવામાં આવી.આ પ્રકારનો પહેલો કિસ્સો સામે આવ્યો છે. ડો. રિતેશની નિગરાનીમાં કામગીરી થઈ.સ્પર્મ અત્યારે લેબોરેટરી માં રાખવામાં આવ્યું છે. 10 થી 15 હજાર રૂપિયાના ખર્ચ સાથે 15 મિનિટમાં કામગીરી પૂર્ણ થઇ. ગુજરાત માં આ પ્રકાર નો પહેલો કેસ છે, તેમ હોસ્પિટલ તરફથી કહેવામાં આવ્યું હતું.