વડોદરાઃ શહેરના નિઝામપુરામાં હિન્દુ યુવતીને પ્રેમ લગ્ન કરનાર મુસ્લિમ યુવક ધર્મ પરિવર્તન કરવા માટે દબાણ કરતો હોવાનું અને માર મારતો હોવાનો કિસ્સો સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. આ અંગે પ્રેમલગ્ન કરનાર યુવતીએ ફતેગંજ પોલીસ સ્ટેશનમાં પતિ સામે ફરિયાદ કરતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે.
આ અંગે યુવતીએ પોલીસમાં કરેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, યુવતીને નિઝામપુરામાં કુંભારવાડમાં રહેતા તોસીફ રાણા સાથે પરિચય થયો હતો તેમજ બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાતા યુવતીએ માતા-પિતાની મરજી વિરુદ્ધ વર્ષ 20218ના જુલાઇ મહિનામાં પ્રેમલગ્ન કરી લીધા હતા. તેમજ જૂન 2019માં તે અને તોસીફ સાવલીના ટુંડાવ ખાતે રહેવા આવી ગયા હતા. અહીં તેઓ 4 મહિના રોકાયા હતા. તેમજ આ પછી કુંભારવાડા ખાતે આવેલા તોસીફના ઘરે રહેવા આવી ગયા હતા.
જોકે, અહીં રહેવા આવ્યા પછી તોસીફે પોતાનો રંગ દેખાડવા માંડ્યો હતો. તોસીફે યુવતીને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા દબાણ કરવા માંડ્યું હતું. યુવતીએ મુસ્લિમ ધર્મ અપવવાની ના પાડતા તોસીફ તેને માર મારી ત્રાસ આપવા લાગ્યો હતો. તેમજ યુવતીના ઘરના સભ્યોને મારી નાંખવાની પણ ધમકી આપી હતી.
પ્રેમલગ્ન પછી તોસીફના બદલાયેલી વર્તનથી કંટાળી યુવતી માતા-પિતા સાથે રહેવા આવી ગઈ હતી. તેમજ તોસીફે આપેલી ધમકી અંગે માતા-પિતા સાથે વાત કર્યા પછી તેણે ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે યુવતીની ફરિયાદને પગલે વધુ તપાસ હાથ ધરી છે.
Vadodara : હિંદુ યુવતીને સામે રહેતા મુસ્લિમ યુવક સાથે બંધાયા સંબંધ, બંનેએ કર્યાં લગ્ન, લગ્ન પછી મુસ્લિમ યુવક શાના માટે કરવા માંડ્યો દબાણ ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Mar 2021 12:58 PM (IST)
મુસ્લિમ યુવક ધર્મ પરિવર્તન કરવા માટે દબાણ કરતો હોવાનું અને માર મારતો હોવાનો કિસ્સો સામે આવતાં ખળભળાટ મચી ગયો છે.
પ્રતિકાત્મક તસવીર.
- - - - - - - - - Advertisement - - - - - - - - -