વડોદરાઃ વડોદરામાં ન્યુ અલકાપુરીના ગ્રીન વુડસ સોસાયટીના બંગલામાં શનિવારે મધરાતે દરોડો પાડીને પોલીસે 12 યુવતી અને 9 યુવકોને મહેફિલ માણતાં ઝડપી પાડ્યાં હતાં. હાઈ પ્રોફાઈલ દારૂની મહેફિલમાં પડકાયેલા તમામ ધનિક પરિવારનમા નબીરા છે. તેમને છોડાવવા ભારે ધમપછાડા કરાયા હતા પણ પોલીસે તેમને મચક ના આપીને કેસ નોંધ્યો છે. ગ્રીન વુડસ બંગલોઝમા રહેતા રાજ પંજાબીના જન્મદિવસ નિમિતે મહેફિલ યોજાઈ હતી. પોલીસે મહેફિલમાંથી દારૂની બોટલ કબજે કરી છે.
પોલીસે મહેફિલમાં પકડાયેલા 10 યુવકો સામે તરત જ ગુનો દાખલ કરી દીધો હતો. જોકે, યુવતીઓના બ્લડ સેમ્પલ લઈ ચકાસણી મોટે મોકલી અપાયા છે. તેમના રિપોર્ટ આવ્યા ન હોઇ પોલીસે માત્ર જાણવાજોગ નોંધ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં એક યુવતીના પિતા ભૂતકાળમાં શિવસેના સાથે સંકળાયેલા હોવાનું જાણવા મળ્યું છે.
મહેફિલમાં શાલીન શર્મા, માલવેગ પ્રજાપતિ, વત્સલા શાહ, રોહિન પટેલ, ધ્રુવિલ પરમાર, આદિત્યસિંહ પરમાર, વ્રજ કુમાર શેઠ, મારૂફ કાદરી અને વરૂણ અમીન હાજર હતા. આ ઉપરાંત 12 યુવતીઓ પણ મહેફિલમાં હાજર હતી. પોલીસે 10 યુવકો સામે ગુનો નોંધ્યો છે અને 5 કાર જપ્ત કરી છે. આ ઉપરાંત 1 વિદેશી દારૂની બોટલ પોલીસે જપ્ત કરી છે.
વડોદરામાં અખંડ ફાર્મ કેસના પુનરાવર્તન જેવી આ ઘટનામાં શહેરના વગદાર લોકોનાં સંતાનો દારૂ ની મહેફિલ માણતાં ઝડપાતાં ખળભળાટ મચ્યો છે. કુલ 22 નબીરાઓની ધરપકડ કરાતાં ગત રાત્રીએ વગદારોએ સંતાનોને છોડાવવા ધમપછાડા કર્યા હતા પણ લક્ષ્મીપુરા પોલીસે મચક ન આપી કેસ નોંધ્યો છે.
Vadodara : મધરાતે યુવકો સાથે બંગલામાંથી ઝડપાયેલી યુવતીઓમાંથી એક યુવતીના પિતા ક્યા પક્ષના હતા નેતા ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
08 Mar 2021 11:43 AM (IST)
પોલીસે મહેફિલમાં પકડાયેલા 10 યુવકો સામે તરત જ ગુનો દાખલ કરી દીધો હતો. જોકે, યુવતીઓના બ્લડ સેમ્પલ લઈ ચકાસણી મોટે મોકલી અપાયા છે. તેમના રિપોર્ટ આવ્યા ન હોઇ પોલીસે માત્ર જાણવાજોગ નોંધ કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -