Vadodara Lake Tragedy: વડોદરા બોટ કાંડને લઈ મોટા સમાચાર આવ્યા છે. ગુજરાત હાઇકોર્ટે વડોદરા બોટ કાંડને લઇને સરકારનો રિપોર્ટ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. હાઇકોર્ટે કહ્યું કે શબ્દોની માયાજાળમાં સત્ય છૂપાવવાનો પ્રયાસ છે.


હાઇકોર્ટે કહ્યું હતું કે શબ્દોની માયાજાળામાં સત્ય છૂપાવવાનો પ્રયાસ છે. જવાબદાર અધિકારી જવાબદારીમાંથી છટકી શકે નહી. મ્યુનિસિપલ કમિશ્નરની જવાબદારી બનતી હોવાનો એડવોકેટ જનરલે કોર્ટમાં સ્વીકાર કર્યો હતો. એડવોકેટ જનરલે કહ્યું હતું કે જવાબદાર તમામ લોકો સામે ખાતાકીય તપાસ કરવા સરકાર તૈયાર છે.


હાઇકોર્ટે કહ્યું હતું કે શહેરી વિકાસ વિભાગે સોંપેલો રિપોર્ટ સંતોષકારક નથી. અમે વ્યક્તિગત રીતે કોઈની સામે નથી. જનહિતમાં જે જરૂરી છે તે પ્રકારના હુકમ કરવા જરૂરી છે. સુનાવણી દરમિયાન અમુક તબક્કે એડવોકેટ જનરલે કોર્ટની માફી માંગી હતી. હાઇકોર્ટે આખી ઘટનાની નવેસરથી તપાસ કરવાના નિર્દેશ આપ્યા હતા. હાઇકોર્ટે કહ્યું હતું કે ખાતાકીય અને શિસ્ત ભંગના પગલા લઈ પરિણામ જણાવો.


વડોદરા મ્યુનિસિપલ કમિશનરની જવાબદારી બનતી હોવાનો એડવોકેટ જનરલે કોર્ટમાં સ્વીકાર કર્યો હતો. જવાબદાર તમામ લોકો સામે ખાતાકીય તપાસ કરવા રાજ્ય સરકાર તૈયાર હોવાનું એડવોકેટ જનરલે કહ્યું હતું. તમામ જવાબદાર અધિકારીઓ અને લોકો સામે ખાતાકીય તપાસ શિસ્ત ભંગના પગલાં સહિતની કાર્યવાહી થશે.

એક તબક્કે કોર્ટે નોંધ્યું હતું કે તમામ ઓરિજનલ રેકોર્ડ જોયા બાદ કોર્ટ જાતે જ ઓર્ડર પાસ કરશે. જવાબદાર પદ પર બેઠેલા લોકો પોતાનું કામ યોગ્ય રીતે ન કરે એ ચલાવી લેવાશે નહીં. જવાબદાર અધિકારી પોતાની જવાબદારીમાંથી છટકી શકે નહીં. અમે વ્યક્તિગત રીતે કોઈની સામે નથી પણ જન હિતમાં જે જરૂરી છે તે પ્રકારના હુકમો કરવા જરૂરી છે. એડવોકેટ જનરલે કહ્યું હતું કે આવી દુર્ઘટનાઓમાં સરકાર કોઈપણને છોડવા માંગતી નથી. આખી ઘટનાની નવેસરથી તમામ રેકોર્ડની જોયા બાદ તપાસ કરી ખાતાકીય અને શિસ્ત ભંગના પગલાં લઈ કોર્ટને પરિણામ જણાવવા કોર્ટે સરકારને નિર્દેશ આપ્યા હતા.