સુમનદિપ હોસ્ટેલ પીપળીયામાં રહીને નોકરી અને અભ્યાસ કરી રહેલા યુવક અને યુવતીઓએ દારૂની મહેફિલ માણી હતી. યુવક અને યુવતીઓ આમોદર ખાતે આવેલી શ્યામલ કાઉન્ટ સોસાયટીમાં દારૂની મહેફિલ માણી હતી. શ્યામલ કાઉન્ટી સોસાયટીમાં રહેતા એક મિત્રએ જ આ પાર્ટી યોજી હતી.
યુવક અને યુવતીઓ શ્યામલ કાઉન્ટી સોસાયટીના એક ઘરમાં ઊંચી બ્રાન્ડના વિદેશી દારૂ સાથે પાર્ટી માણી રહ્યા હતાં. આ પાર્ટીની સોસાયટીના રહીશોએ પોલીસને જાણ કરી હતી. જાણ થતાં જ પોલીસ શ્યામ કાઉન્ટી સોયાસટી પહોંચી હતી અને જે ઘરમાં યુવકો અને યુવતીઓ દારૂની મહેફિલ માણતાં હતા ત્યાં પહોંચી ગઈ હતી. પોલીસ આવતા રંગમાં પડ્યો ભંગ પડ્યો હતો.
પોલીસે શ્યામ કાઉન્ટી સોસાયટીના જે ઘરમાં યોજવામાં આવેલ પાર્ટી તે ઘરમાંથી ઊંચી બ્રાન્ડના વિદેશી દારૂની 6 બોલટો તેમજ ગ્લાસ મળી આવ્યા હતાં. આ ઉપરાંત સુમનદીપ હોસ્પિટલની 5 યુવતીઓ ઝડપાઈ છે જ્યારે સુમનદીપ હોસ્પિટલમાં નોકરી કરતાં અને હોસ્ટેલમાં રહેતાં યુવકો ઝડપાયા હતાં.
મહત્વની વાત એ છે કે, વાઘોડિયા પોલીસે વિદ્યાર્થીઓને ગણતરીને કલાકોમાં જ જામીન આપ્યા હતાં. 24 કલાક પણ પૂર્ણ થયા નથી તે પહેલાં જ જામીન આપ્યા દીધા હતાં. 5 યુવતીઓ અને 7 યુવકો મળી 12 આરોપીઓને જામીન પર મુક્ત કર્યાં હતાં.