Vadodara News: વડોદરાના પદમલા બ્રિજ નીચેથી મળેલી મહિલાની લાશના રહસ્યનુ કોકડું ઉકેલાયું છે. બે પ્રેમીઓએ ભેગા મળીને પ્રેમિકાને મોતને ઘાટ ઉતારી હોવાનો ઘટસ્ફોટ છે. મૃતક ચમેલી પરણીત હોવા છતાં બંને પ્રેમીઓ સાથે પ્રેમમાં પડી હતી. બંને પ્રેમીઓને અંધારામાં રાખી ચમેલી બ્લેકમેલ કરતી હતી. બંને પ્રેમીઓને આ વાતની જાણ થતા ચમેલીનો હત્યાનો પ્લાન ઘડ્યો હતો. પ્લાન મુજબ અજય યાદવ ચમેલીને લઈને પદમલા બ્રિજ નીચે પહોંચ્યો હતો. બ્રિજ નીચે અજય સાથે પહોંચેલી ચમેલીનું ઉદયરાજે ગળું દબાવી હત્યા કરી હતી. છાણી પોલીસ બંને પ્રેમીઓને ઉત્તર પ્રદેશથી ધરપકડ કરી વડોદરા લાવી હતી. આરોપી અજય યાદવના નવમી તારીખે લગ્ન થવાના હતા. લગ્ન પૂર્વેજ અજયને જેલની હવા ખાવાનો વારો આવ્યો હતો.


શું છે મામલો


પદમલા ગામના આવેલા જૈન મંદિર નજીક મિનિ નદીના બ્રિજ પાસેથી મૃત હાલતમાં મળી મહિલાના મૃતદેહનું પીએમ પોલીસે કરાવ્યું હતું.જેમાં મહિલાનું ગળુ દબાવીની હત્યા કરાયું પીએમ રિપોર્ટમાં બહાર આવ્યું હતું. જેથી પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને હત્યારાની શોધખોળ હાથ ધરી હતી. વડોદરા જિલ્લાના પદમલા ગામના જૈન મંદિર પાસે આવેલા મિનિ નદીના બ્રિજ પાસેથી એક અંદાજે 30-35 વર્ષની મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. મહિલાના મૃતદેહ હોવાની વાત વહેતી થતા છાણી પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ દોડતા થઇ ગયા હતા.


જેમાં સ્થાનિક પોલીસે મિનિ નદીના બ્રિજ પાસેથી પહોંચી પહોંચી એક મહિલા મૃત હાલતમાં પડી હતી. જેથી પોલીસે લાશનો કબજો મેળવીને પીએમ માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામા આવી હતી. જ્યાં હાજર તબીબો દ્વારા મહિલાના મૃતદહેનું પોસ્ટ મોર્ટમ કરતા કોઇ શખ્સ દ્વારા મહિલાનું ગળુ દબાવીની હત્યા કરાઇ હોવાનું જાણવા મળ્યું હતુ. જેથી પોલીસે મર્ડરનો ગુના દાખલ કરીને મહિલાની હત્યા કોણે કયા કારણોસર કરી છે તે દિશામાં તપાસ કરવા માટે પોલીસની વિવિધ ટીમો બનાવીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.


પદમલા ગામની મિનિ નદીના બ્રિજ પાસે મહિલા મૃત હાલતમા પડી હોવાની માહિતી મળ્યા બાદ છાણી પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. જેમાં મહિલાના મોઢા પર સોજો આવી ગયો હોવાના કારણે મોટા પર મુક્કા માર્યા હોવાનું પોલીસ દ્વારા લગાવાયું હતું ઉપરાંત મહિલાના નાકમાંથી લોહી પણ નીકળતું હતું.


પોલીસે મહિલા પર પ્રાંતિય હોવાના પ્રાથમકિ અનુમાનના આધારે પદમલા સહિતના ગામડાઓમાં પણ પૂરપરછ હાથ ધરી હતી. પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ મેળવવાની તેમજ હોટલ ઢાબા સહિતની અલગ અલગ ટીમો બનાવીને તપાસ શરૂ કરી હતી.