વડોદરાઃ શહેરની સગીરા સાથે વારંવાર શરીરસુખ માણ્યા પછી પ્રેમીએ તેની સાથેના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ કરી દેતા ખળભળાટ મચી ગયો છે. સગીરાની માતાએ છાણી પોલીસ સ્ટેશનમાં યુવક સામે પોલીસ ફરિયાદ કરતાં સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે. પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. 


આ અંગેની વિગતો એવી છે કે, વડોદારાના છાણીની સગીરવયની છોકરી વર્ષ 2019માં સોશિયલ મીડિયાના માધ્યમથી ભરુચના યુવકના સંપર્કમાં આવી હતી. આ પછી બંને વચ્ચે વાતચીત શરૂ થઈ હતી અને બંને એકબીજાના પ્રેમમાં પડી ગઈ હતી. આ પછી એક દિવસ બંનેએ મળવાનું નક્કી કર્યું હતું. આથી યુવક વડોદરાના દુમાડ ખાતે પ્રેમિકાને મળવા આવ્યો હતો. 


પ્રેમિકાને મળવા આવેલા યુવકે લગ્ન કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી અને પછી ઝાડીમાં લઈ જઈને તેની સાથે  શરીરસુખ માણ્યું હતું. આ પછી જ્યારે જ્યારે સગીરાના માતા-પિતા ઘરે ન હોય ત્યારે યુવક તેના ઘરે આવતો હતો અને બંને ઘરમાં જ શરીરસુખ માણતા હતા. આ સમયે યુવકે સગીરા સાથે કેટલીક તસીવરો પણ પોતાના મોબાઇલમાં પાડી હતી. 


એક દિવસ સગીરાના પરિવારને આ પ્રેમસંબંધ અંગે જાણ થતાં હોબાળો મચી ગયો હતો અને પરિવારે યુવક સાથે લગ્ન કરાવવાનો ઇનકાર કરી દીધો હતો. જોકે, યુવકે લગ્ન માટે જીદ કરી હતી અને આપઘાત કરવાની ધમકી પણ આપી હતી. આ સમયે તેણે યુવતી સાથેના ફોટા વાયરલ કરી દેવાની પણ ધમકી આપી હતી. જોકે, પ્રેમિકાનો પરિવાર લગ્ન માટે તૈયાર ન થતાં તેણે ફોટા વાયરલ કરી દીધા હતા. આ ફોટા વાયરલ થતાં સગીરાની માતાએ દીકરીના પ્રેમી સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપી યુવક સામે બળાત્કારનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 


ગુજરાતમાં કોરોનાની બીજી લહેર પછી કયો પહેલો જિલ્લો બન્યો કોરોનામુક્ત? જાણીને થઈ જશો ખુશ


અમદાવાદઃ ગુજરાતમાં હવે કોરોનાની બીજી લહેરનો લગભગ અંત આવી ગયો છે. તેમજ મોટા ભાગના જિલ્લાઓ અને શહેરોમાં સંક્રમણ ઘટી રહ્યું છે. રાજ્યમાં પણ દૈનિક કેસો સતત ઘટી રહ્યા છે અને છેલ્લા કેટલાક દિવસથી દૈનિક કેસો 100ની અંદર આવી રહ્યા છે. ત્યારે કોરોનાની બીજી લહેર પછી રાજ્યના લોકો માટે સૌથી મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. 


ગુજરાતમાં હવે એક જિલ્લો એવો સામે આવ્યો છે, જે કોરોનાની બીજી લહેર પછી પહેલીવાર કોરોનામુક્ત બન્યો છે. ગુજરાત સરકારના કોવિડ પોર્ટલ https://gujcovid19.gujarat.gov.in પર આપેલી માહિતી પ્રમાણે, અત્યારે ડાંગ જિલ્લામાં કોરોનાનો એક પણ એક્ટિવ કેસ નથી. 


ડાંગ ઉપરાંત અન્ય 9 જિલ્લા એવા છે, જે ગમે ત્યારે કોરોનામુક્ત બની શકે છે. તેની પાછળનું કારણ એવું છે કે, આ જિલ્લાઓમાં 10થી ઓછા એક્ટિવ કેસો છે. આ જિલ્લાઓની વાત કરીએ તો તાપીમાં 4, સુરેન્દ્રનગરમાં 4, સાબરકાંઠામાં 10, પાટણમાં 2, પંચમહાલમાં 6, નર્મદામાં 5, મોરબીમાં 3, દાહોદમાં 2 અને છોટાઉદેપુરમાં 3 એક્ટિવ કેસ છે.