વડોદરાઃ રાજ્યની છ મહાનગરપાલિકાની ચૂંટણી માટે સવારે 7 વાગ્યાથી મતદાનની શરૂઆત થઈ ગઈ છે. સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાશે. મતદાનને લઈ સવારથી જ લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, ભાવનગર અને જામનગર સહિત છ મહાનગરપાલિની ચૂંટણી માટે મતદાન યોજાઈ રહ્યું છે. કોરોના કાળમાં બીજી વાર ચૂંટણી યોજાવા જઈ રહી છે.
વડોદરા ભાજપ પ્રમુખ ડો. વિજય શાહે કેળવણી સ્કુલના મતદાન કેન્દ્ર ખાતે મતદાન કર્યું. વડોદરામાં ભાજપ તમામ 76 બેઠકો જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. કોંગ્રેસનો મેયર બનશે તે વાત વાહિયાત છે. વડોદરામાં આ વખતે 65 ટકા મતદાન થશે. મહત્વની વાત છે કે વડોદરા કોર્પોરેશનમાં અત્યાર સુધીમાં 50 ટકાથી વધુ મતદાન થયું નથી.
વડોદરા મહાનગરપાલિકામાં 19 વોર્ડની ચૂંટણી માટે 279 જેટલા ઉમેદવારોએ પોતાનું નસીબ અજમાવ્યું છે. 6 મહાનગરપાલિકાની ચૂંટણીમાં મતદાન માટે 11 હજાર, 121 મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે.. જેમાં કુલ 1 કરોડ 14 લાખ, 66 હજાર, 973 મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે.
Vadodara Municipal Election: વડોદરામાં તમામ બેઠકો ભાજપ જીતશે, કોણે કર્યો દાવો, જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
21 Feb 2021 08:38 AM (IST)
વડોદરા મહાનગરપાલિકામાં 19 વોર્ડની ચૂંટણી માટે 279 જેટલા ઉમેદવારોએ પોતાનું નસીબ અજમાવ્યું છે. વડોદરા કોર્પોરેશનમાં અત્યાર સુધીમાં 50 ટકાથી વધુ મતદાન થયું નથી.
(વડોદરા ભાજપ પ્રમુખ ડો. વિજય શાહે કેળવણી સ્કુલના મતદાન કેન્દ્ર ખાતે મતદાન કર્યું)
- - - - - - - - - Advertisement - - - - - - - - -