Latest Vadodara News: રાજ્યમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે. આ દરમિયાન વડોદરામાં હીટવેવના (heatwave in Vadodara) કારણે 24 કલાકમાં વધુ બે લોકોના મોત થયા હતા. છાણી પોલીસ સ્ટેશનના (Chhani police station PSI)  એ.એસ.આઈ દિપક માલુસરેનું ગભરામણ બાદ મોત થયું હતું. જ્યારે બીજા બનાવમાં રાવપુરા (raopura vadodara) વિસ્તારના 36 વર્ષીય યજ્ઞેશ પટેલને શ્વાસ લેવામાં તકલીફ બાદ મોત થયું છે. વડોદરામાં છેલ્લા 17 દિવસમાં 48 લોકો ના ગરમી થી મોત થયા છે.


ગુજરાતમાં કેવું છે વાતાવરણ


રાજ્યભરમાં હીટવેવની સ્થિતિ યથાવત છે. અકળાવી દેતી ગરમીની સાથે હવે પવનનું ટોર્ચર સહન કરવા પણ તૈયાર રહેવું પડશે, હવામાન વિભાગ ભારે પવનનો અનુમાન વ્યક્ત કર્યો છે. ઉત્તર ગુજરાત અને કચ્છ-સૌરાષ્ટ્રમાં આગામી બે દિવસ આંધી  વંટોળની  હવામાન વિભાગે આગાહી કરી છે. . હવામાન વિભાગ અનુસાર કચ્છ, સુરેન્દ્રનગર, બનાસકાંઠા અને પાટણમાં આગામી આજે અને આવતીકાલે   40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઇ શકે  છે.જો કે પવનની ગતિ વધતા રાજ્યમાં અસહ્ય ગરમીમાંથી નાગરિકોને આશંકિ રાહત મળી શકે છે.  હાલ મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 41 ડિગ્રીની આસપાસ નોંધાયો છે. બે દિવસમાં તાપમાનનો પારો બે ડિગ્રી ઘટતા અમદાવાદમાં ગરમીથી રાહત મળી છે. અમદાવાદમાં ગુરૂવારે 43.2 ડિગ્રી તાપમાન નોંધાયું, આગામી દિવસોમાં પણ હજુ  તાપમાનનો પારો ગગડે તેવી શકયતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.


બિહારના ઔરંગાબાદ જિલ્લામાં હીટવેવને કારણે 16 લોકોના મોત


ઉત્તર ભારત સહિત દેશના અનેક શહેરોમાં ભીષણ ગરમી પડી રહી છે. અંગ દઝાડતી ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. બિહારમાં પણ ગરમીનો કહેર જોવા મળી રહ્યો છે. ઔરંગાબાદ જિલ્લામાં હીટવેવને કારણે 16 લોકોના મોત થયા છે. બિહારમાં કાળઝાળ ગરમીને લીધે રાજ્ય સરકારે  તમામ ખાનગી અને સરકારી શાળાઓ, કોચિંગ સંસ્થાઓ અને આંગણવાડી કેન્દ્રોને 8 જૂન સુધી બંધ રાખવાનો આદેશ આપ્યો છે. જો કે કાળઝાળ ગરમીના કારણે શેખપુરા, બેગુસરાય, મુઝફ્ફરપુર અને પૂર્વ ચંપારણ સહિતના ઘણા વિસ્તારોમાંથી સરકારી શાળાના શિક્ષકો બેહોશ થઈ જવાના બનાવો પણ નોંધાયા છે. ઉલ્લેખનીય છે કે સરકારી શાળાઓ વિદ્યાર્થીઓ માટે બંધ રાખવામાં આવી છે, શિક્ષકો માટે નહીં. હવામાન વિભાગ (IMD)ના અનુમાન મુજબ, આગામી દિવસોમાં બિહારના ઘણા ભાગોમાં ભારે ગરમી ચાલુ રહેશે તેવી સંભાવના છે.