Vadodara : વડોદરાના જાણીતા બિલ્ડર અને કન્સ્ટ્રકશન ના ધંધા સાથે સંકળાયેલા નવલ ઠક્કર વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ થતાંજ ભૂગર્ભ માં ઉતરી ગયો હતો જોકે અંબાજીથી પરત ફરી રિક્ષામાં ઘરે જતાજ પોલીસે દબોચી લીધો હતો.
વડોદરાના નવલ ઠક્કર નામના ઈસમ વિરુદ્ધ જેપી રોડ પોલીસ મથકે 28 જુલાઈના રોજ દુષ્કર્મની ફરિયાદ નોંધાઇ હતી. યુવતીના પિતાએ જે.પી. પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. નવલ ઠક્કર વ્યવસાયે બિલ્ડર છે પરિણીત અને એક સંતાનનો પિતા છે. છેલ્લા એક વર્ષ દરમ્યાન પોતાનાથી અડધી ઉંમરની યુવતીને અલગ અલગ સ્થળોએ લઈ જઈ શારીરિક સંબંધ બાંધ્યા હોવાનો ફરિયાદમાં આક્ષેપ કરાયો છે.
અગાઉ પણ નવલ ઠક્કરને યુવતીના પરિવાર અને સમાજના આગેવાનો દ્વારા ચેતવણી આપવા છતાં સંપર્ક ચાલુ રાખતા આખરે યુવતીના પિતાએ નવલ ઠક્કર વિરુદ્ધ દુષ્કર્મનો ગુનો નોંધાવ્યો હતો. દુષ્કર્મનો કેસ નોંધાતા જ નવલ ઠક્કર ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. નવલ ઠક્કર પોલીસની ધરપકડથી બચવા જુદી જુદી જગ્યાએ ભાગતો ફરતો હતો.
દુષ્કર્મ કેસના આરોપી નવલ ઠક્કરને ઝડપી પાડવા પોલીસની જુદી જુદી ટીમો બનાવાઈ હતી. જેમાં ટેક્નિકલ ટિમ દ્વારા સર્વેલન્સથી તપાસ હાથ ધરાઈ હતી સાયબર સેલ, પી.સી.બી, ગોત્રી પોલીસ પણ તપાસમાં જોડાઈ હતી. જોકે જેપી રોડ પોલીસ સ્ટેશને નોંધાયેલી ફરિયાદની તપાસ ગોત્રી પોલીસ ને સોંપવામાં આવી હતી.
જે.પી.રોડ પોલીસ સ્ટેશન પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૬૦૦૮૨૨૦૩૧૬/૨૦૨૨ (૪૯/૨૦૨૨ )ઈ.પી.કો. કલમ ૩૭૬(૨)(એન) મુજબનો આરોપી બિલ્ડર અંબાજી અને અન્ય જગ્યાએ દર્શન કરવાના બહાને ભાગતો ફરતો હતો. જોકે તે અને પરિવારના સભ્યોના મોબાઈલ સર્વેલન્સ પર હોવાના કારણે અંબાજીથી પરત આવતા આઈનોક્ષ સિનેમા પાસેથી આરોપીને રીક્ષામાંથી પોલીસે ઝડપી પાડ્યો હતો.
આરોપીને ગોત્રી પોલીસ મથકે લાવવામાં આવ્યો હતો. પૂછપરછમાં આરોપીએ ફરિયાદી અને પોતે દૂરના સંબંધી થતા હોવાની વિગતો આપી હતી. પીડિત યુવતીનું સી.આર.પી 164 કલમ મુજબનું નિવેદન લેવાયું છે. તો શી-ટીમ દ્વારા ભોગ બનનાર યુવતીનું કાઉન્સિલિંગ કરાયું હતું.
આરોપી નવલ ઠક્કરનું નિવેદન સામે આવ્યું હતું કે 9 મહિનાથી તે યુવતીના સંપર્કમાં હતો. દુષ્કર્મની ફરિયાદને તેણે ખોટી ગણાવી હતી અને આવનાર સમયમાં તથ્યો સામે આવશે તેવી પણ આરોપી એ કરી હતી.