Vadodara: પરપ્રાંતીય યુવતીઓ લાવી દેહ વ્યાપાર કરાવતી મહિલાની કરાઈ ધરપકડ

Vadodara News: વાડી વિસ્તારના ફ્લેટમાં 1500 થી 2000 રૂપિયા પ્રતિ ગ્રાહક વસુલવામાં આવતા હતા.

Continues below advertisement

Vadodara News: વડોદરામાં પરપ્રાંતીય યુવતીઓ લાવી દેહ વ્યાપાર કરાવતી મહિલાની ધરપકડ કરવામાં આવી છે. એન્ટી હ્યુમન ટ્રાફિક યુનિટ દ્વારા પાયલબેન બ્રહ્મભટ્ટની ધરપકડ કરવામાં આવી છે. વાડી વિસ્તારના પોતાના ફ્લેટમાં 1500 થી 2000 રૂપિયા પ્રતિ ગ્રાહક વસુલાતા હતા, વાડી પોલીસમાં મહિલા વિરુદ્ધ ગુનો નોંધાયો છે. ધ ઈંમોરલ ટ્રાફિકિંગ પ્રિવેન્શન એક્ટ - 1956 ની કલમ 3, 4, 5 મુજબ ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી હતી.

Continues below advertisement

થોડા સમય પહેલા વડોદરાના સમા વિસ્તારમાં આવેલા અર્થ આઇકોન ખાતે કૂટણખાનું ચાલતું હોવાનો પર્દાફાશ થયો હતો.  સમા પોલીસે અન્ના સ્પા લાઈનમાં છટકું ગોઠવી સમગ્ર કૌભાંડ પકડી 2 સંચાલકોની ધરપકડ કરી હતો.  જ્યારે અન્ય એક સંચાલક ફરાર થયો હતો. વડોદરા શહેરના સમા વિસ્તારમાં અર્થ આઇકોન કોમ્પલેક્ માં અન્નાસ્પા લાઈન નામની સ્પા સર્વિસ આપતા ઈમ્તિયાઝ શેખને ત્યાં સ્ ની આડમાં દેહ વ્યાપાર ચાલતો હોવાની માહિતી સમા પોલીસને મળી હતી.  સમા પોલીસે છટકું ગોઠવી ડમી ગ્રાહક મોકલી સ્પા લાઈનમાંથી દેહ વેપારમાં જોડાયેલી બે પરપ્રાંતીય મહિલાઓની માહિતી મેળવી હતી. સ્પા સંચાલક ઈમ્તિયાઝ શેખ અને હિતેશ ચંદવાણીની પોલીસે ધરપકડ કરી હતી.  જોકે બંટી ચંદવાણી ત્યાંથી ફરાર થઈ ગયો હતો જેની પોલીસ તપાસ કરી રહી છે.  પોલીસે સ્પા લાઈનમાંથી દસ્તાવેજી પુરાવાઓ સહિત અન્ય પુરાવા, 3 મોબાઈલ, રોકડ સાથે સીસીટીવી ફૂટેજ મેળવ્યા છે.  છેલ્લા 15 દિવસથી સ્પા ચાલુ થયું હોવાની વિગત પોલીસને મળી હતી.  જેમાં પરપ્રાંતીય મહિલાઓને લાવી 2500 રૂપિયામાં દેહ વ્યાપાર કરવામાં આવતો હોવાની પોલીસને માહિતી મળી હતી.

સોશિયલ મીડિયા પર સ્વરૂપવાન યુવતીના ફોટાવાળા એકાઉન્ટ પરથી ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલ્યા બાદ ચેટિંગ કરીને વિડીયો ઉતારી બ્લેક મેલિંગ કરવાના બનાવો વધી રહ્યા છે. વડોદરાના એક યુવક સાથે આ પ્રકારનો બનાવ બનતા આખરે તેણે સાયબર સેલની મદદ લીધી છે. પોલીસના જણાવ્યા મુજબ એક યુવકને બ્યુટીફૂલ યુવતીના ફોટા વાળા એકાઉન્ટ પરથી ફ્રેન્ડ રિક્વેસ્ટ આવ્યા બાદ ચેટિંગ કરવામાં આવ્યું હતું. આ યુવકનો વિડીયો લઈ મોર્ફ કરેલી ન્યુડ ક્લિપ બનાવવામાં આવી હતી અને આ ક્લિપ બતાવી તેને બ્લેકમેલ કરવામાં આવતો હતો.રૂપિયાની માંગણી કરી વીડિયો ક્લિપ વાયરલ કરવાની ધમકી મળતા યુવક ગભરાઈ ગયો હતો અને રૂ.5000 મોકલી આપ્યા હતા. ત્યાર પછી પણ રૂપિયાની સતત માંગણી ચાલુ રહેતા અને બ્લેકમેલિંગ કરાતાં આખરે યુવકે વડોદરા સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી હતી.

Continues below advertisement
Sponsored Links by Taboola