વડોદરાઃ જિલ્લાના કરચિયા ગામના યુવકે ગળે ટુંપો દઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. આપઘાત કરનાર યુવક પાસેથી પોલીસને સૂસાઇડ નોટ પણ મળી આવી છે, જેમાં પોતાના મોત માટે તેણે પત્ની, સાસુ અને સસરાને જવાબદાર ગણાવ્યા છે. જવાહરનગર પોલીસે સૂસાઇડ નોટ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગે મળતી વિગતો પ્રમાણે, કરચિયા ગામના સિરીષ દરજીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. ધરેલુ ઝગડામાં યુવાને કરી આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. એલએલબીનો અભ્યાસ કર્યા પછી પ્રાઈવેટ કંપનીમાં સેલ્સ ડિપાર્ટમેન્ટમાં યુવક નોકરી કરતો હતો. મૃતક યુવકની માતાએ રડતાં રડતાં સંપૂર્ણ આપવીતી જણાવી હતી.
તેમણે જણાવ્યું હતું કે, તેમના પુત્રે કહ્યું કે, આપણે મારા સાસુ-સસરાને પગે પડી માંફી માંગીને મારી પત્નીને તેડી આવીએ. જોકે, તેમણે મોકલવાનો ઇનકાર કરી દેતો તેઓ પુત્રવધૂને મળવા ગયા હતા. જોકે, પત્નીએ તો જોરજોરથી બૂમો પાડવા માંડી અને પતિને બાયલો કહીને કાઠલો જાલી લીધો હતો તેમજ બે લાફા મારી દીધા હતા.
તેમણે ઉમેર્યું હતું કે, મને કહ્યું કે, તમે છોકરો થોડા જણ્યો છે, રાક્ષસ જણ્યો છે. આથી મને લાગી આવતાં હું ત્યાંથી જતી રહી અને કેનાલમાં કૂદી ગઈ હતી. જોકે, તેમને બચાવી લીધા હતા.