Vadodara : વડોદરામાં વરસાદની બીજી ઇનિંગમા ફરી એક વાર વડોદરા ખાડોદરા બની ગયું છે.જેનો પુરાવો આપી રહ્યો છે પ્રતાપનગરથી ડભોઇ બાયપાસનો બે કિલોમીટર સુધીનો આ બિસમાર રોડ.
વડોદરા શહેરમાં વરસાદ પડેને લોકોને બહાર નીકળવાથી ભીંજાવા કરવા કરતાં ખાડાઓનો ડર વધુ લાગતો હોય છે. કારણકે સામાન્ય વરસાદમાં જ વડોદરા-નગરી ખાડોદરા-નગરી બની જતી હોય છે.જેનો પુરાવો છે પ્રતાપનગરથી ડભોઇ જતો આ બાયપાસ રોડ કે જ્યાં વરસાદની પહેલી ઇનિંગમાં ધોવાયેલા રોડનું કરેલું પુરાણ વરસાદની બીજી ઇનિંગમાં નીકળી ગયુ છે.
હવે આ રોડ પર પહેલા કરતા વધુ મોટા ખાડાએ વાહન ચાલકોને હેરાન કરી મુક્યા છે.વાહનચાલકોનું કહેવું છે કે રાત દિવસ અહીંથી પસાર થઈને તેમના વાહનોને તો ઠીક તેમના શરીરને પણ નુકસાન થયું છે જેમાંથી કેટલાકને કમરનો દુખાવો શરૂ થઈ ગયો છે.
ઉલ્લેખનીય છે કે વરસાદ રોકાતા જે ખાડાઓમાં જે પુરાણ માનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહ્યું છે તેની ગુણવત્તા સામે પણ સ્થાનિકોએ રોષ પ્રગટ કર્યો હતો. કારણ કે ફરી વરસાદમાં આ પુરાણ નીકળી જશે અને ફરી રસ્તાની એજ દશા જોવા મળશે. પ્રતાપનગરથી ડભોઇ તરફ જતો રસ્તો એ હદે ખાડા વાળો બની ગયો છે કે દિવસના અનેક વાહન ચાલકો નીચે પટકાઈ રહ્યાં છે.
કેટલાક વાહનોમાં પંચર થતું જોવા મળી રહ્યું છે, જોકે વડોદરા મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ કહે છે કે અગાઉ ડ્રેનેજના કામ બાદ રોડ રીપેર થયો હતો પણ ફરીથી જર્જરિત થયેલો રોડ વરસાદ બાદ ફરીથી બનાવીશું સાથે થ્રિ-લેન રોડ પર અનેક ખાડાઓ પડ્યા છે. બાજુમાંથી વાહનો જઈ શકે પણ અનેક દુકાનદારોએ દબાણ ઉભા કર્યા છે તે પણ હટાવવામાં આવશે.
વડોદરાના સોમા તળાવ વિસ્તારમાં 23 વર્ષીય શ્રમિક યુવાનની હત્યા
વડોદરાના સોમા તળાવ વિસ્તારમાં 23 વર્ષીય શ્રમિક યુવાનની હત્યાની ઘટના બની છે. મળતી માહિતી મુજબ 23 વર્ષીય નિતેશ રાજપૂત નામના યુવકની કરપીણ હત્યા કરવામાં આવી છે. અજાણ્યા શખ્સો હત્યા કરીને ફરાર થઇ ગયા છે. હત્યારાઓએ મૃતક યુવાન પર હથિયારના ઘા ઝીંકતા 23 વર્ષીય નિતેશ રાજપૂત ઢળી પડ્યો હતો. નિતેશને સારવાર અર્થે SSG હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જો કે હોસ્પિટલ પહોંચે એ પહેલા જ તેણે રસ્તામાં દમ તોડી દીધો હતો.
મળતી માહિતી મુજબ મૃતક નિતેશ રાજપૂત સોમા તળાવ નજીક વિજયનગરમાં રહેતો હતો અને મજૂરીકામ કરતો હતો. હત્યાનું કારણ જાણવા મળેલ નથી. હત્યારાઓને ઝડપી પાડવા વાડી પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.