વડોદરાઃ વાઘોડિયા રોડના સનરાઈઝ કોમ્પલેક્ષમાંથી કુટણખાનું ઝડપાયું છે. રીટા નામની મહિલા મોટાપાયે કુટણખાનું ચલાવતી હતી. પી.સી.બી. પોલીસે બાતમીના આધારે રેડ પાડી હતી. રેડમાં ઘટના સ્થળેથી 7 યુવતીઓ અને 3 ગ્રાહકો ઝડપાયા છે. કૂટણખાનામાં જવા માટે ગ્રાહકોનું સિલેક્શન ઓનલાઇન કરવામાં આવતું હતું. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
શહેરના વાઘોડિયા રોડ પર આવેલા સનરાઇઝ કોમ્પલેક્ષમાં રીટા પટેલ નામની મહિલા રેકેટ ચલાવતી હોવાની બાતમી PCBને મળી હતી. પોલીસે બાતનીના આધારે દરોડો પાડતા ચોંકી ઉઠી હતી. ઘટના સ્થળ પરથી 7 યુવતીઓ અને 3 ગ્રાહક મળી આવ્યા હતા. પોલીસે હાલ તબક્કે તમામની અટકાયત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
કુટણખાનામાં જવા માટે ગ્રાહકોનું ઓનલાઇન સિલેક્શન કરાતું હતું. કુટણખાનામાં ગ્રાહકોને કેવી રીતે ઓનલાઇન આકર્ષાતા હતા, તે મામલે તપાસ હાથ ધરી છે. યુવતીઓ ક્યાંથી લાવવામાં આવી છે, ક્યારથી કુટણખાનું ચાલતું હતું તે મુદ્દે તપાસ ચાલી રહી છે. હાલ તમામને પાણીગેટ પોલીસને સોંપાયા છે. પોલીસે આ અંગે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
રીટા પટેલ મૂળ બોડેલીની વતની હોવાની વિગતો સૂત્રો પાસેથી જાણવા મળી છે. ફ્લેટમાં કૂટણખાનુ ચાલતુ હતું. તે ફ્લેટમાં રીટા પટેલ છેલ્લા ત્રણ વર્ષથી રહે છે. આ ફ્લેટમાં છેલ્લા છ મહિનાથી દેહવ્યાપારનો ધંધો ચાલતો હતો. રીટા એટલી ચાલાકીથી ધંધો કરતી હતી કે, કોમ્પલેક્સના રહીશો અને નીચે દુકાન ધરાવતા વેપારીઓને તેની ગંધ આવી નહોતી.
રીટા પટેલ કોલગર્લને મુંબઇ અને દિલ્હીથી બોલાવતી હતી. પોતાના જ ફ્લેટમાં રાખતી હતી. ગ્રાહક પાસેથી ૫૦૦ રૂપિયા લેતી રીટા પટેલ કોલગર્લને કેટલા રૂપિયા આપતી હતી. તે અંગે પણ પોલીસે તપાસ હાથ ધરી છે. કૂટણખાનામાંથી મળેલા ગ્રાહકો પણ શ્રમજીવી હોવાનું પોલીસે જણાવ્યું છે.
Ahmedabad : કુર્તિ બતાવવા આવેલા વેપારીને ફ્લેટમાં અંદર બોલાવી દરવાજો કરી દીધો બંધ ને પછી તો......
અમદાવાદઃ શહેરના કૃષ્ણનગરમાં વેપારીને કૂર્તિ બતાવવાના બહાને યુવતીએ ઘરે મળવા બોલાવી હનીટ્રેપમાં ફસાવવાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવતાં ભારે ચકચાર મચી ગઈ છે. જોકે, વેપારીએ કૃષ્ણનગર પોલીસને જાણ કરતાં હાલ બે આરોપીઓને પકડી લેવામાં આવી છે. જ્યારે યુવતી ફરાર છે.
આ અંગેની વિગતો એવી છે કે, કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં વેપારીએ 19મીએ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, થોડા દિવસ પહેલા એક યુવતીનો વેપારીને મિસ્ડકોલ આવ્યો હતો. આથી વેપારીએ ફોન કરતાં યુવતીએ કહ્યું, તેને સુરતમાં કુર્તિનો વ્યવસાય શરૂ કરવો છે. આથી કુર્તી બતાવવા આવવાનું કહ્યું હતું. જોકે, વેપારીએ સમય ન હોવાનું જણાવ્યું અને પછી આવવા કહ્યું હતું. પરંતુ યુવતીએ વારંવાર ફોન કરતા તેઓ કૂર્તી બતાવવા ગયા હતા. અહીં વેપારીને યુવતી ફ્લેટમાં લઈ ગયા અને દરવાજો બંધ કર્યો હતો.
વેપારી ઘરમાં ગયાના થોડીવારમાં જ એક વ્યક્તિ આવી પહોંચ્યો હતો અને વેપારી સાથે ધોલ-ધપાટ કરી હતી. થોડીવારમાં અન્ય વ્યક્તિ પણ આવી પહોંચ્યો હતો અને તેણે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં હોવાનું જણાવ્યું હતું. વેપારીને માર મારી 10 લાખની માંગ કરી હતી. મિત્રો ક્રાઈમ બ્રાન્ચમાં છે તેમ કહી બે શખ્સોને બોલાવ્યા હતા. વેપારી 4 લાખ આપવાનું કહીને દુકાને ગયા. જોકે, વેપારીએ પૈસાની સગવડ કરું તેમ કહી કૃષ્ણનગર પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.