વડોદરાઃ શહેરમાં બુધવારે દિવસ દરમિયાન બારેમેઘ ખાંગા થતાં જનજીવન સંપૂર્ણપણે ઠપ થઈ ગયું હતું. વિજળીના કડાકા– ભડાકા સાથે 24 કલાકમાં જ 20 ઈંચ જેટલો અતિ ભારે વરસાદ ખાબકતાં શહેરની પરિસ્થિતિ ગંભીર બની હતી. વરસાદે વડોદરામાં છેલ્લા 35 વર્ષને રેકોર્ડ તોડ્યો હતો. વરસાદના કારણે શહેરના તમામ બ્રિજ બંધ કરી દેવામાં આવ્યા છે. ઉપરાંત લોકોને ઘરની બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે.




વડોદરામાં વરસાદથી અત્યાર સુધીમાં અનેક કાર અને ટુ વ્હીલર પાણીમાં ડૂબી ચુક્યા છે. વરસાદના પાણીથી મોંઘીદાટ કાર ખરાબ ન થઈ જાય તે માટે લોકોએ બ્રિજ પર પાર્કિગ કરી દીધું હતું. થોડા વર્ષો પહેલા સુરતમાં જ્યારે પૂર આવ્યું ત્યારે પણ આવા જ દ્રશ્યો જોવા મળ્યા હતા.



વિશ્વામિત્રી નદી પણ ભયજનક સપાટીને પાર કરી ગઈ છે. વિશ્વામિત્રીની સપાટી રાત્રે 28.50 ફુટે પહોંચતાં નિચાણવાળા વિસ્તારમાંથી લોકોનું સ્થળાંતર શરૂ કરવામાં આવ્યું હતું. શહેરના મધ્યમાંથી 16.5 કિ.મી. સુધીની પસાર થતી વિશ્વામિત્રી નદીની સપાટી વધતાં નિચાણવાળા વિસ્તારોમાંથી કેટલાક પરિવારોએ તો હિજરત પણ કરી હતી.



વડોદરામાં વિશ્વામિત્રી નદીએ ભયજનક સપાટી વટાવી, તમામ બ્રિજ કરવામાં આવ્યા બંધ, જાણો વિગત

RBI બહાર પાડશે 20 રૂપિયાની નવી નોટ, જાણો કેવો છે કલર અને શું છે ખાસિયત