Vadodara Crime News: વડોદરામાં મક્કરપુરા વિસ્તારમાં લુંટ વીથ મર્ડરની (loot with murder) ઘટના બની હતી. તરસાલી રોડ (Tarsali Road) વિસ્તારમાં આવેલ ભાઈલાલ પાર્ક સોસાયટીમાં (Bhailal Park Society) ઘટના બની હતી. લૂંટના ઇરાદે 70 વર્ષના વૃદ્ધા સુખજીત કૌરની નિર્મમ હત્યા કરવામાં આવતાં ચકચાર મચી ગઈ હતી. લૂંટારાએ ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા મારી મહિલાની નિર્મમ હત્યા કરી હતી.


લૂંટારાએ બહારથી ઘરની લાઈટો પહેલા બંધ કરી હતી. વૃદ્ધા ગરમીના કારણે બહાર આવતાં જ ગળું કાપી હત્યા કરીને ચેન અને કાનની બુટી લુંટી ફરાર થઈ ગયા હતા. ઘટનાની માહિતા મળતાં જ પોલીસ કમિશ્નર (police commissioner) નરસિમ્હા કોમાર, જોઇન્ટ પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ પહોચ્યા હતા અને તપાસ હાથ ધરી હતી.



Crime News: વડોદરામાં લૂંટારુઓએ પહેલા ઘરની લાઈટ કરી બંધ, વૃદ્ધા ગરમીના કારણે બહાર આવતાં કાપી નાંખ્યું ગળું


મૃતક મહિલાએ ચોર... ચોરની બૂમો પાડતાં પતિ દોડીને આવ્યા


 શહેના તરસાલી વિસ્તારમાં રહેતા સિનિયર સિટિઝન દંપતી પર મળસ્કે ચાર વાગ્યે લૂંટારાઓએ હુમલો કરી લૂંટ ચલાવી હતી. લૂંટ વીથ મર્ડરના બનાવના પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી. સુશેન તરસાલી રોડ પર ભાઇલાલ પાર્ક સોસાયટીમાં 73 વર્ષના હરવિંદરસિંહ કમ્બો અને તેમના પત્ની સુખજીતકૌર (ઉં.વ.71) એકલા રહે છે. ગઇકાલે રાતે તેઓ જમી પરવારીને સૂઇ ગયા હતા. મળસ્કે ચાર વાગ્યે લાઇટ જતા સુખજીતકૌર ઉઠયા હતા. તેઓ ઘરનો દરવાજો ખોલીને બહાર નીકળ્યા હતા. માત્ર તેમના ઘરની જ લાઇટ બંધ હતી. સોસાયટીના અન્ય મકાનોમાં લાઇટો હતી. તેઓ કંઇ સમજે તે પહેલા જ ચોરીના ઇરાદે આવેલા આરોપીઓએ તેમના પર તિક્ષ્ણ હથિયારથી હુમલો કરી ગળાના ભાગે ગંભીર ઇજા પહોંચાડી હતી. તેમણે ચોર, ચોરની બૂમો પાડતા તેમના પતિ પણ ઘરની બહાર દોડી આવ્યા હતા. તેમણે જોયું તો તેમના પત્ની લોહીલુહાણ હાલતમાં બહાર પડયા હતા. તેમણે બૂમાબૂમ કરતા સોસાયટીના રહીશો પણ દોડી આવ્યા હતા. તેઓ ઇજાગ્રસ્ત સુખજીતકૌરને સારવાર માટે માંજલપુરની ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા પરંતુ વધુ પડતું લોહી વહી જવાના કારણે તેઓનું મોત થયું હતું. તેમના મૃતદેહને પી.એમ. માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો છે. મકરપુરા પોલીસે ઘટના સ્થળે દોડી જઇ વધુ તપાસ હાથ ધરી છે. આરોપીઓ વૃદ્ધાના શરીર પરથી દાગીના લૂંટી ગયા હતા.