વડોદરાઃ દુષ્કર્મ પીડિતાનો ટ્રેનમાં આત્મહત્યા પછીનો વીડીયો વાયરલ થયો છે. ટ્રેનમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહની સ્થિતિ જોતા હત્યા કે આત્મહત્યા તે સવાલ ઉઠ્યો છે. પીડિતાના પગ નીચે અડી રહેલા છે. પગ નીચે અડકી રહ્યા છે તો ગળે ફાસો કેવી રીતે લાગ્યો. પીડિતાએ ફાસો ખાધો કે હત્યા કરી કોઈએ મૃતદેહ લટકાવી દીધો તે મોટો સવાલ છે. 



વેકસીન મેદાન ખાતે યુવતી સાથે થયેલા સામુહિક બળાત્કારના કેસમાં પોલીસને સૌથી મોટી સફળતા હાથ લાગી છે. પોલીસે આ કેસ સાથે સંકળાયેલા એક યુવકની ધરપકડ કરી હોવાનું પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. યુવતી સાથે 36 સેકન્ડ વાત કરનાર ઇમરાનની પોલીસે અટકાયત કરી હોવાનું પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. ઇમરાન છેલ્લા ઘણા સમયથી કર્ણાટકમાં હતો. યુવતીનો મોબાઈલ પણ પોલીસને મળ્યો છે. વલસાડ રેલવે યાર્ડ વિસ્તારમાંથી મોબાઈલ મળ્યો હોવાનું પોલીસ સૂત્રે જણાવ્યું છે. હાલ પોલીસ ઘટના સ્થળે તપાસ કરી રહી છે.


 પોલીસને યુવતીની સાયકલ શોધવામાં મોટી સફળતા મળી છે. પુનિત નગરના એ/13 બંધ બંગલાના પરિસરમાં સાયકલ છુપાવી હતી. સિક્યુટિ ગાર્ડ મહેશ રાઠવાએ સાયકલ ઝાડ નીચે કચરામાં છુપાવી હતી. યુવતી સાયકલ લઈને જતી હતી ત્યારે રીક્ષા ચાલકોએ સાયકલને ટક્કર મારી પાડી દીધી હતી. યુવતી સાથે વેકસીન મેદાન ખાતે દુષ્કર્મ  થયું હતું.


તે જ જગ્યાએથી સિક્યુરિટી ગાર્ડે યુવતીની સાયકલ ઉઠાવી ઘરે લઈ ગયો હતો. સિક્યુરિટી ગાર્ડની દીકરી સાયકલ લઈને ફરતી હોવાના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. મહેશ રાઠવાના ધર્મપત્નીએ સ્વીકાર્યું કે તેમના પતિ સાયકલ ચોરી લાવ્યા હતા. ચોરીની સાયકલ હોવાના કારણે સાયકલના બંને ટાયર છુટા કરી સંતાડી દીધા હતા.


રેલવે એલ.સી.બી પોલીસે સિક્યોરિટી ગાર્ડ મહેશ રાઠવાના ઘરે સર્ચ કર્યું હતું. સર્ચ દરમિયાન પીડિતા યુવતીની સાયકલનું એક ટાયર ઘરમાંથી મળી આવ્યું. એક ટાયર સિક્યોરિટી ગાર્ડે નજીકના ભંગારની દુકાનમાં વેચી દીધું હોવાનું સામે આવ્યું છે. સિક્યોરિટી ગાર્ડના બે થ્રી વ્હીલર ટેમ્પો પણ મળી આવ્યા, જેની એફએસએલ તપાસ કરાવાશે. બીજા સિક્યુરિટી ગાર્ડ કમલેશ રાઠવાની પણ અટકાયત કરવામાં આવી છે. બંનેના કપડા પણ જપ્ત કરવામાં આવ્યા. જે એફ.એસ.એલ માં મોકલવામાં આવશે. ઓએસીસ સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી પ્રીતિ નાયરનું પોલીસે ત્રણ કલાક સુધી વિડિયો રેકોર્ડિંગ સાથે નિવેદન પણ લીધું.









યુવતીની સાયકલ રેલવે એલ.સી.બી ઓફિસ લાવવામાં આવી છે. યુવતીની સાયકલ સાથે છુટા પાડી દેવાયેલા બંને ટાયર પણ લાવવામાં આવ્યા. યુવતીના કપડા અને અન્ય વસ્તુ પણ લવાઈ. સિક્યુરિટી ગાર્ડની સધન તપાસ થઈ રહી છે.  એમ.ડી સિક્યુરિટીમાં સિક્યુરિટી ગાર્ડ કામ કરે છે. શંકાસ્પદ સિક્યુરી ગાર્ડની રેલવે એલ.સી.બી પોલીસ પૂછપરછ કરી રહી છે. પુનિત નગર પાસેના પ્રાઇવેટ કવાટર્સમાંથી સાયકલ મળી. 10 વર્ષ થી બંધ મકાનની ઝાડીઓમાં સાયકલ સંતાડી હતી. સાયકલના બંને ટાયર પણ કાઢી નાખવામાં આવ્યા હતા.