Vadodara: વડોદરાના દશરથ ગામે એક દંપત્તિને ઠંડીથી બચવા ઘરમાં સગડી સળગાવી ઉંઘવું ભારે પડ્યું છે. સગડીના કારણે કાર્બન મોનોકસાઈડ થી ગૂંગળામણથી મોત નીપજ્યું હતું. મૃતકના નામ વિનોદ સોલંકી અને તેના પત્ની ઉષાબેન સોલંકી હોવાનું સામે આવ્યું છે.



દશરથ ગામ પાસેની ક્રિશ્ના વીલા સોસાયટીમાં કાર્બન મોનોકસાઈડથી દંપતીનું મોત થયું. શનિવારે રાત્રે ઠંડીથી બચવા દંપતી સગડી સળગાવી સુઈ ગયા હતા જેને કારણે ગૂંગણામણથી મોત થયું હતું. રાત્રે પુત્રએ ફોન કરતા કોઈએ ફોન ઉઠાવ્યો નહોતો, જેથી પુત્રએ ઘરે જઈ ને જોતા પિતા વિનોદ સોલંકી અને માતા ઉષા સોલંકી મૃત હાલતમાં મળ્યા હતા. એફ.એસ.એલ રિપોર્ટમાં કાર્બન મોનોકસાઈડથી ગૂંગળામણથી મોત થયાનું સામે આવ્યું છે.


સમગ્ર ઘટના અંગે છાણી પોલીસ દ્વારા જણાવ્યા મુજબ દશરથ ગામથી આજોડ જવાના રોડ ઉપર આવેલી કૃષ્ણ વિલાસ સોસાયટીના 88 નંબરનું મકાન તાજેતરમાં જ વિનોદભાઈ સોલંકી અને ઉષાબેન સોલંકી ખરીદ્યું હતું. 39 વર્ષીય દંપત્તિ આ નવા ઘરમાં રહેતા હતા. જ્યારે કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં ભણતો પુત્ર હાર્દિક અને અન્ય પુત્ર કરચિયા ખાતે આવેલી વૃંદાવન સોસાયટીના જૂના મકાનમાં રહેતા હતા. જયંત એગ્રો કંપનીમાં પાણી શુદ્ધિકરણ વિભાગમાં ઓપરેટર તરીકે નોકરી કરતા વિનોદભાઈ રવિવારે રજા હોવાથી શનિવારે રાત્રે ઠંડીમાં હુંફ મેળવવા માટે તગારામાં કોલસા સળગાવી તાપણું કરી ઉપરના માળે જમીન પર પથારી કરી સુઈ ગયા હતા. રવિવારે સવારે 10:30 વાગે તેમના પુત્ર હાર્દિકે ફોન કરતા પિતાએ ફોન ઉઠાવ્યો ન હતો.


જેથી હાર્દિકે ભત્રીજા નીરવ પાસે ફોન કરાવ્યો હતો. બંને ભાઈઓના ફોન નહીં ઉઠાવતા આખરે તેઓ ઘરે પહોંચ્યા હતા. નીચે બે રૂમ રસોડાનું અને ઉપર એક રૂમના મકાનમાં રસોડાઓની બારીમાંથી દરવાજો કેવી રીતે ખોલવાનો તે જાણતા હાર્દિકે દરવાજો ખોલી ઉપરના બેડરૂમ પર પહોંચ્યા હતા. જ્યા દરવાજો અંદરથી બંધ જણાતા દરવાજો થોડી અંદર જોતા માતા-પિતા મૃત હાલતમાં પડ્યા હતા. છાણી પોલીસે બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.


ચીખલી નજીક કન્ટેનર અને ઈનોવા વચ્ચે અકસ્માત


ચીખલી નજીક અકસ્માત સર્જાયો છે. આલીપોર બ્રિજ ઉપર કન્ટેનર અને ઈનોવા કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં ઈનોવા કારમાં સવાર 4 લોકોના ઘટના સ્થળેજ મોત થયા. બે લોકોને ગંભીર ઈજા થતા સુરતની હોસ્પિટલમાં ખસેડ્યા છે. અકસ્માતની જાણ થતાં નવસારી ડીવાયએસપી સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચા ગયો હતો. ચીખલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માતનાં પગલે હાઇવે પર ટ્રાફિક જામ થયો હતો.