વડોદરા જિલ્લાના અનેક વિસ્તારોમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો હતો. .વડોદરા શહેર, કરજણ, ડભોઈ સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો. વડોદરા શહેરના રાવપુરા, સમાં, નિઝમપુરા, સયાજીગંજ, ફતેહગંજ, કારેલીબાગ, આજવા રોડ, વાઘોડિયા રોડ સહિત વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો.




કરજણ તાલુકામાં બે કલાકમાં બે ઇંચ વરસાદ વરસતા રસ્તા પર પાણી ભરાયા હતા. કરજણ શહેરમાં નવા બજાર વિસ્તારમાં આવેલ શાહ એન બી સાર્વજનિક હાઇસ્કૂલમાં પાણી ભરાયા હતા. તે સિવાય કરજણ નવા બજાર વિસ્તારમાં આવેલ SBI બેન્ક સામે પણ પાણી ભરાયા હતા.


તો કરજણના જૂના બજાર, નવા બજાર, નેશનલ હાઇવે, સિવિલ કોર્ટ, આમોદ રોડ, સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. જો કે વરસાદ શરૂ થવાની સાથે જ ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા હતા. રેલવે ઓવર બ્રિજ પરથી APMC સર્વિસ પર જતાં રોડ પર પાણી ભરાયા હતા. તો આમોદ રોડ તરફથી તાલુકા પંચાયત તરફ જતા પબ્લિક સ્કૂલ રોડ પાણી પાણી થયા હતા. આ તરફ ડભોઇ પંથકમાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો હતો. સાઠોદ, શંકરપુરા, તેનતલાવ, મંડાળા સહિતના ગામોમાં પણ વરસાદ નોંધાયો હતો.


હવામાન વિભાગે કેટલા દિવસ વરસાદની કરી આગાહી


વરસાદના વધુ એક રાઉન્ડ માટે તૈયાર રહેવાની હવામાન વિભાગે આગાહી કરી હતી. હવામાન વિભાગના મતે 16 જૂલાઈથી વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થશે. હવામાન વિભાગે આગાહી કરી હતી કે પાંચ દિવસ વરસાદી માહોલ રહેશે.


આજે અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદ વરસશે. 15 જૂલાઇના જામનગર, દ્વારકા, કચ્છ, બનાસકાંઠા, પાટણ, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદ વરસશે. તો 16 જૂલાઇના પોરબંદર, જામનગર, દ્વારકા, કચ્છ, બનાસકાંઠા, અને પાટણમાં ભારે વરસાદ વરસશે. રાજ્યમાં અત્યાર સુધી સીઝનનો 48 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.  સૌથી વધુ કચ્છમાં 112 ટકા વરસાદ વરસ્યો છે.


આગામી ત્રણ કલાકમાં રાજ્યમાં પડી શકે વરસાદ


ભાવનગર, અમદાવાદમાં ત્રણ કલાકમાં વરસાદની આગાહી


આણંદ, વડોદરામાં ત્રણ કલાકમાં વરસાદની આગાહી


વડોદરા, નર્મદામાં ત્રણ કલાકમાં વરસાદની આગાહી


સુરેન્દ્રનગર, સુરતમાં ત્રણ કલાકમાં વરસાદની આગાહી


નવસારી, અમરેલીમાં ત્રણ કલાકમાં વરસાદની આગાહી


દાહોદ, છોટાઉદેપુરમાં ત્રણ કલાકમાં વરસાદની આગાહી


બોટાદ, સાબરકાંઠામાં ત્રણ કલાકમાં વરસાદની આગાહી


અરવલ્લી, મહીસાગરમાં ત્રણ કલાકમાં વરસાદની આગાહી