વડોદરાઃ ગુજરાતમાં કોરોનાનો રાફ્ડો (Gujarat Corona Cases) ફાટ્યો છે. અમદાવાદ, સુરત, વડોદરા (Vadodara) અને રાજકોટની સ્થિતિ દિવસેને દિવસે વણસતી જાય છે. કોરોના ફેલાતો અટકે તે માટે સરકારે માસ્ક ન પહેરતાં લોકોને દંડ કરી રહી છે. પરંતુ આ દરમિયાન વડોદરામાં માસ્ક (Mask) વગર ફરતાં લોકોને અનોખી સજા કરવામાં આવી હતી.


વડોદરામાં પાલિકા અને પોલીસની જોઈન્ટ એન્ફોર્સમેન્ટ ટીમે માસ્ક વગર ફરતાં યુવાનોને અનોખી સજા કરી હતી. વોર્ડ નંબર 12ની ટીમે મકરપુરા (Makarpura) સુશેન સર્કલ પાસે  માસ્ક વગર ફરતાં યુવાનોને જાહેરમાં હાર પહેરાવી સ્વાગત કરી તાળીઓ વગાડી  અનોખી સજા કરી હતી. આ લોકોને કોરોનાનું સંક્રમણ ફેલાવનારા ગણાવ્યા હતા.


વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના (Vadodara Corona Cases) 31,902 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 4931, પશ્ચિમ ઝોનમાં 5652, ઉત્તર ઝોનમાં 6386, દક્ષિણ ઝોનમાં 6044, વડોદરા ગ્રામ્યમાં 8853 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે. વડોદરા શહેર અને જિલ્લામાં સત્તાવાર મૃત્યુઆંક 262 પર પહોંચ્યો છે. ગત રોજ વધુ 227 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. આમ અત્યાર સુધીમાં કુલ 28270 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. 


શુક્રવારે રાજ્યમાં સૌથી વધુ 4541 નવા કેસ નોંધાયા જ્યારે વધુ 42નાં મૃત્યુ થયા હતા.  ગઈકાલે નોંધાયેલા કેસ અત્યાર સુધીમાં એક દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસ હતા. આ પહેલા 8 એપ્રિલે 4 હજારથી વધુ નવા કેસ નોંધાયા હતા. રાજ્યમાં ગઈકાલે 2280 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 309626 લોકો ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં એક્ટિવ કેસ ની સંખ્યા વધીને 2200ને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 22692 પર પહોંચ્યો છે. જેમાંથી 187 લોકો વેન્ટિલેટર પર અને 22505 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 91.87 ટકા છે.


કોરોનાની બીજી લહેર બની બેકાબૂ, 24 કલાકમાં નોંધાયા એક લાખ 45 હજારથી વધુ કેસ, એક્ટિવ કેસ 10 લાખને પાર


ગુજરાતમાં લોકડાઉન લગાવવા મુદ્દે રૂપાણીએ શું કરી મોટી જાહેરાત?


Immunity Booster Tips: દેશમાં કોરોનાએ લીધો છે અજગરી ભરડો, આ યોગાસનથી બનાવો ઈમ્યુનિટી સ્ટ્રોંગ