દેશમાં કોરોનાના આંકડા (India Corona Cases( રોજ નવી સપાટી બનાવતાં જાય છે. કોરોનાનો સૌથી પહેલો શિકાર નબળી ઈમ્યુનિટીવાળા (Week Immunity) લોકો બને છે. આ સ્થિતિમાં ઈમ્યુનિટીને મજબૂત (Strong Immunity) બનાવવી ખૂબ જરૂરી છે. ઈમ્યુનિટી વધારવા ઉકાળા, નાસ, વિટામીન સી તો કારગર છે સાથે જ વર્કઆઉટ પણ કરવું જોઈએ. આજે અમે તમને એવા કેટલાક આસનો (Yoga Asanas for Strong Immunity) વિશે જણાવીશું જેનાથી ઈમ્યુનિટી તો બૂસ્ટ થશે સાથે વજન પણ ઘટશે.


ત્રિકોણાસનઃ ઈમ્યુનિટી બૂસ્ટ કરવા માટે સૌથી સારું અને સરળ આસન છે. જો તમારું વજન વધી ગયું હોય તો આસન ચોક્કસ કરવું જોઈએ. પીઠ દર્દની સમસ્યામાં પણ આસન રામબાણ ઈલાજ છે. આ આસનથી મસલ્સ મજબૂત બને છે.


ભુજંગાસનઃ આ આસન કરવાથી દમ સહિત શ્વાસ સંબંધી રોગમાં રાહત થાય છે. ઉપરાંત પેટથી વધારાની ચરબી પણ દૂર થાય છે. ગર્દન દર્દના રોગીઓ માટે આસન ખૂબ લાભદાયી છે.


ધનુરાસનઃ આ આસન કમર તથા ગર્દન દર્દના રોગીઓ માટે ખૂબ લાભદાયી છે. શ્વાસ સંબંધિત રોગો માટે તે આસન છે. તે શ્વાસ લેવાની ક્ષમતામાં વધારો કરે છે. કબજિયાત દૂર કરીને ભૂખ લગાડે છે.


સેતુબંધાસનઃ આ આસન પેટના આંતરિક અવયવોને સારી રીતે મસાજ કરે છે, જેનાથી પાચન ક્રિયા ઠીક રહે છે. આ આસન અનિદ્રા, ઓસ્ટિયોપોરોસિસની સમસ્યા દૂર કરે છે.


અધોમુખ શ્વાનાસનઃ આ આસન હાથ, પગ, ખભા અને મગજને ટોન કરે છે. ડાઇજેસ્ટિવ સિસ્ટમને મજબૂત બનાવે છે. આ આસનમાં માથું નીચે તરફ નમાવવામાં આવે છે, જેનાથી બ્લડ સર્કુલેશન સારું બને છે.


Disclaimer: આ કોઈપણ આસન કરતાં પહેલા એક્સપર્ટની સલાહ લેવી જરૂરી છે.


MI vs RCB, IPL 2021: વિરાટની ટીમને મુંબઈ સામે જીતાડનારો હીરો હર્ષલ પટેલ છે ગુજરાતી, જાણો મૂળ ક્યાંનો છે? 


Corona Vaccine: કોરોનાની રસી લીધા બાદ પણ કેટલાક લોકો કેમ થઈ રહ્યા છે પોઝિટિવ ? જાણો વિગતે


સગાંને કોરોના થાય તો રેમડેસિવિર ઈંજેક્શન આપતાં પહેલાં વિચારજો, આ થઈ શકે છે ગંભીર આડઅસર