Vadodara News:વડોદરામાં વાઘોડિયા હવે નવી નગરપાલિકા બનશે. ત્રણ ગ્રામ પંચાયત એકત્રિત કરી નવી નગરપાલિકાની રચના કરવામાં આવશે. મુખ્યમંત્રીએ વાઘોડિયાને નવી પાલિકા બનાવવા મંજૂરી આપી છે. હવે આ વિસ્તારમાં શહેરી સુવિધાનો વ્યાપ વધશે. આ નિર્ણયને લોકોએ આવકાર્યો છે. ભાજપના કાર્યકરોઓએ પણ નિર્ણયને લઇને ખુશી અને આભાર વ્યકત કર્યો. ભાજપના કાર્યકરોએ ફટાકડા ફોડીને ઉજવણી કરી.
વડોદરાના વાઘોડિયાના તેજ ગતિથી વિકાસ માટે હવે વાઘોડિયાને નવી નગરાપાલિકા મળશે. ઉલ્લેખનિય છે કે, ત્રણ ગ્રામ પંચાયતનું એકિકરણ કરીને નવી નગરપાલિકા બોડી બનાવવમાં આવશે અને વાઘોડિયાના રસ્તા, પાણી સહિતના વિકાસના કાર્યોની કામગીરીનું હવે નગરપાલિકા દ્વારા સંચાલન થશે.
માડોધર તથા ટીંબી ગ્રામ પંચાયતનો વાઘોડિયા નગરપાલિકામાં સમાવેશ કરવામાં આવશે. વાઘોડિયા શહેરની વર્ષો જૂની માંગનો આ નિર્ણયથી અંત આવ્યો છે. ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા઼એ નગરપાલિકા બનાવવાનું વચનઆપ્યું હતું, ધારાસભ્યની વારંવાર રજૂઆતને ધ્યાને રાખી વાઘોડિયાને આખરે નગરપાલિકા મળી છે. નગરપાલિકા જાહેરાત થતા અનેક પડતર સમસ્યાનો અંત આવશે તેવી આશા સેવાઇ રહી છે. ભાજપના કાર્યકરો અને નગરજનોમાં આ નિર્ણયને લઇને અનેરો આનંદ છવાઇ ગયો છે. સ્થાનિક લોકો અને ભાજપના કાર્યકર્તાઓએ જય અંબે ચાર રસ્તા પર ફટાકડા ફોડી આતક બાજી કરી આ નિર્ણયને આવકારતા ખુશી વ્યક્ત કરી હતી.
આ પણ વાંચો
PM Modi Ayodhya Visit Live: પીએમ મોદી આજે અયોધ્યા મુલાકાતે, નવા એરપોર્ટનું કરશે ઉદ્ઘાટન, 15,700 કરોડની આપશે ભેટ
Sukanya Samriddhi Scheme: સરકારે સુકન્યા સમૃદ્ધિ યોજનાના રોકાણકારોને આપી નવા વર્ષની ભેટ, વ્યાજદરમાં વધારાની કરી જાહેરાત
Assam News: આસામમાં 40 વર્ષના ઉગ્રવાદનો આવ્યો અંત! ULFA અને કેન્દ્ર સરકાર વચ્ચે થયો ઐતિહાસિક કરાર
Ayodhya Ram Mandir: રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં હાજરી આપવા ડૉ પ્રવિણ તોગડિયાને આપવામાં આવ્યું આમંત્રણ