Vadodara Water Cut News: વડોદરામાં લોકો બે દિવસ માટે પાણી વિના રહી શકે છે, માહિતી મળી રહી છે કે, શહેરમાં ઠેર ઠેર પાણીની લાઇનોમાં ભંગાણ હોવાથી કામકામ શરૂ કરવામાં આવ્યુ છે. મળતી માહિતી પ્રમાણે, વડોદરા વાસીઓને તંત્રના પાપથી હવે બે દિવસ પાણી વિના રહેવુ પડશે. શહેરમાં આગામી બે દિવસ 50 હજાર લોકોને પાણી નહીં મળે. 


શહેરમાં લાલાબાગ અને માંજલપુર વિસ્તારમાં ડ્રેનેજ મિશ્રિત પાણીની ફરિયાદો ઉઠી હતી, જેને લઇને જોરદાર હંગામો થયો હતો, હવે તંત્રએ સમસ્યાને ધ્યાન લઇને સમારકામની કામગીરી શરૂ કરશે. અહીં તંત્ર દ્વારા 600 મીમી વ્યાસની પાણીની ડિલિવરી લાઈનના જોડાણની કામગીરી હાથ ધરાશે. આગામી 19 અને 20 તારીખ એમ બે દિવસ 50 હજાર લોકોને પાણીથી વંચિત રહેવુ પડશે. શહેરમાં માંજલપુર અને લાલબાગ વિસ્તારમાં આ સમારકામની કામગીરી હાથ ધરાશે, જ્યાં 50 હજારથી રહીશો છે, આ તમામ માટે બે દિવસ પાણી કાપ રાખવામાં આવ્યો છે. 


વિઝાનું કામ કરતી ઓફિસમાં દરોડા, મોટી સંખ્યામાં ડોક્યુમેન્ટ જપ્ત કરાયા


વિદેશ જવાની ઘેલછામાં ઘણા લોકો લેભાગુ એજન્ટની જાળમાં ફસાઇને છેતરાતા  હોય છે. સ્ટુડન્ટ, ટુરિસ્ટ અને વર્ક પરમિટના વિઝા મેળવવા માટે અરજદારની જાણ બહાર કેટલીક વખત બોગસ ડોક્યુમેન્ટ્સનો ઉપયોગ કરી પૈસા પડાવવામાં આવતા હતા. ભેજાબાજો દ્વારા બોગસ ઓફર લેટર પણ આપવામાં આવતા હતા.   રાજ્યના વિવિધ મહાનગરોમાં વિઝાનુ કામ કરતી એજન્સીઓમાં સ્ટેટ સી.આઈ.ડી ક્રાઈમ દ્વારા એક સાથે દરોડા પાડી તપાસ હાથ ધરી હતી. વડોદરાના ગેંડા સર્કલ પાસે સારાભાઈ કમ્પાઉન્ડમાં આવેલી માઇગ્રેશન ઇમિગ્રેશન ઓવરસીઝ નામની વિઝાનું કામ કરતી ઓફિસમાં 12 અધિકારીઓ દ્વારા સર્ચ કરાયું હતું, મોડી રાત સુધી સર્ચની કાર્યવાહી ચાલી હતી. રાજ્યની કેટલી એજન્સીઓ દ્વારા ડુપ્લીકેટ ડોક્યુમેન્ટ ના આધારે વિદ્યાર્થીઓને સ્ટુડન્ટ્સ વિઝા ઉપર વિદેશ ભણવા મોકલવામાં આવે છે તેવી માહિતી હતી.


માઇગ્રેશન ઓવરસીઝમાં 12 કલાક ની તપાસ બાદ ખૂબ મોટી સંખ્યામાં ડોક્યુમેન્ટ જપ્ત કરાયા હતા. સ્ટુડન્ટ વિઝા અને વર્ક પરમીટ પર યુ.કે, કેનેડા, ઓસ્ટ્રેલિયા, અમેરિકા, ન્યુઝીલેન્ડ લોકોને મોકલતા હતા. સી.આઈ.ડી ક્રાઈમ દ્વારા વિવિધ ડોક્યુમેન્ટ, હાર્ડ દ્રાઈવ, ડીવીઆર સર્વર જપ્ત કરાયા તથા હિસાબ કિતાબની તપાસ હાથ ધરાઈ હતી. સ્મિત શાહની માલિકીની માઇગ્રેશન નામની વિઝા ઓફિસ ની તપાસ થઈ હતી. જોકે સમગ્ર તપાસમાં કોઈ વાંધાજનક ડોક્યુમેન્ટ મળ્યા નથી તેવી સૂત્રો દ્વારા માહિતી મળી છે.


સી.આઈ.ડી ક્રાઈમ દ્વારા જપ્ત કરાયેલા દસ્તાવેજોનો પણ અભ્યાસ કરવામાં આવશે. જેમાં સ્ટુડન્ટ વિઝા કે વિઝીટર વિઝામાં કોઈ ગેરરીતિ થઈ છે કે નહીં તેની તપાસ થશે..વિઝા માટે ડૂપ્લિકેટ ડોક્યુમેન્ટ્સ બનાવી છેતરપિંડી કરવામાં આવતી હોવાની માહિતીના આધારે સીઆઇડી ક્રાઇમની 17 ટીમોએ રાજ્યવ્યાપી દરોડા પાડયા હતા. વડોદરાના ગેંડા સર્કલ પાસે આવેલી ઇમિગ્રેશનની ઓફિસમાં  પણ સર્ચ કરવામાં આવી હતી. જેના પગલે ઉત્તેજના વ્યાપી હતી. ઓફિસમાંથી મળેલા દસ્તાવેજોની ચકાસણી ચાલી રહી છે.


વડોદરા,સીઆઇડી ક્રાઇમના સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ઓફિસ અગાઉ સયાજીગંજમાં ચાલતી હતી. અને છેલ્લા એક વર્ષથી તેની ઓફિસ ગેંડા સર્કલ પાસે છે. ઓફિસના સંચાલક  છેલ્લા 2 વર્ષથી વિઝાના ધંધા સાથે સંકળાયેલા છે. તેમના વિરૃદ્ધ અગાઉ કોઇ કેસ નોંધાયો નથી.  તેમ છતાંય મળેલી માહિતીના આધારે ઓફિસમાંથી કેટલાક દસ્તાવેજો કબજે લઇ તેની  ચકાસણી શરૂ કરવામાં આવી છે.