Vadodara Corona Update: ગુજરાતમાં કોરના કેસ વધી રહ્યા છે. આ દરમિયાન વડોદરાથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. કોવિડ પોઝિટિવ દર્દી એસ.એસ.જી હોસ્પિટલમાંથી ફરાર થઈ ગયો છે.


મળતી વિગત પ્રમાણે, પાદરાની 51 વર્ષીય મહિલાને તાવના લક્ષણો હતા. ટેસ્ટ કરતા કોવિડ પોઝિટિવ હોવાનું બાહર આવ્યું હતું. કોવિડ પોઝિટિવ આવતા મહિલા ભાગી છૂટી હતી. ગઈકાલે વડોદરામાં કોવિડ ના 9 કેસ પોઝિટિવ આવ્યા હતા. મહિલા ભાગી છૂટતાં કોવિડ વોર્ડ ખાતે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે.


ગુજરાતમાં શું છે કોરોનાની સ્થિતિ


ગુજરાતમાં કોરોના સંક્રમણમાં વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં ગઈકાલે કોરોનાના 247 કેસ નોંધાયા હતા અને એક વ્યક્તિનું મોત થયું હતું. અમદાવાદમાં 124 કેસ નોંધાયા હતા.


ક્યાં કેટલા કેસ નોંધાયા


અમદાવાદ કોર્પોરેશનમાં 124, અમરેલીમાં 19, મોરબી અને સુરત કોર્પોરેશનમાં 17-17, રાજકોટ કોર્પોરેશનમાં 16, મહેસાણામાં 12, વડોદરા કોર્પોરેશનમાં 9, રાજકોટમાં 8, સુરતમાં 6, ગાંધીનગર કોર્પોરેશન અને જામનગર કોર્પોરેશનમાં 3-3, આણંદ અને સાબરકાંઠામાં 2-2 તથા ભાવનગર કોર્પોરેશન, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, જામનગર, ખેડા, નવસારી, પંચમહાલ, પાટણ, પોરબંદરમાં 1-1 કેસ નોંધાયા હતા. મહેસાણામાં 1 વ્યક્તિનું કોરોનાથી મોત થયું હતું.


એક્ટિવ કેસની સંખ્યા કેટલી ?


રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 1064 પર પહોંચી છે, જેમાંથી 6 વેન્ટીલેટર પર છે, જ્યારે 1058 સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 1267144 લોકો કોરોના સામે જંગ જીત્યા છે, જ્યારે 11049 લોકોના કોરોનાથી મોત થયા છે.


કોરોના ફરી ધારણ કરી રહ્યો છે વિકરાળ રૂપ, ફરી વધવા લાગ્યા કોવિડ-19 કેસ


ભારતમાં ફરી એકવાર કોરોનાના કેસ ઝડપથી વધવા લાગ્યા છે. છેલ્લા ઘણા મહિનાઓ બાદ હવે કોરોનાના એક હજારથી વધુ કેસ સામે આવવા લાગ્યા છે. 23 માર્ચે કોવિડના કેસોમાં ઉછાળો આવ્યો હતો. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 1133 પોઝિટિવ કેસ નોંધાયા છે. તે જ સમયે, કોવિડને કારણે ચાર લોકોએ જીવ ગુમાવ્યો હતો. આ સાથે જ કોરોનાના સક્રિય કેસોમાં પણ વધારો થયો છે. મંગળવારે, 467 સક્રિય કેસ વધ્યા, જે પછી સક્રિય કેસોની સંખ્યા વધીને 7,026 થઈ ગઈ છે.


કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઇટ અનુસાર, છેલ્લા 24 કલાકમાં 662 લોકો કોરોનાથી સાજા થયા છે, અત્યારે દેશનો રિકવરી રેટ 98.8 ટકા છે, જ્યારે મૃત્યુ દર 1.19 ટકા છે. સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઇટ અનુસાર, દેશમાં રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં એન્ટી-કોવિડ-19 રસીના 220.65 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.