વડોદરાઃ યુવક પ્રેમિકાના ફ્લેટમાં પ્રેમિકા સાથે શરીર સુખ માણી રહ્યો હતો ને પત્નિ પહોંચી ગઈ, પ્રેમિકાએ બોલાવવી પડી પોલીસ ને....
એબીપી અસ્મિતા વેબ ટીમ | 08 Nov 2020 04:40 PM (IST)
પોલીસ પહોંચતાં પત્નિએ પતિ દારૂ પીને ખોટા ધંધા કરતો હોવાનો આક્ષેપ કરતાં પોલીસે તપાસ કરતાં ફ્લેટની અંદર સોફા પરથી બીયરની બે બોટલ અને એક ટીન મળી આવ્યાં હતાં.
(પ્રતીકાત્મક તસવીર)
વડોદરાઃ વડોદરા શહેરના નવાયાર્ડ વિસ્તારમાં યુવક પ્રેમિકાના ફ્લેટમાં તેની સાથે શરીર સુખ માણી રહ્યો હતો ત્યારે જ તેની પત્નિ ત્યાં પહોંચી ગઈ હતી. પત્નિએ યુવકને પ્રેમિકા સાથે કામક્રિડા કરતો પકડીને ભારે તમાશો કરતાં પ્રેમિકાએ ફોન કરીને પોલીસને બોલાવવી પડી હતી. પોલીસ પહોંચતાં પત્નિએ પતિ દારૂ પીને ખોટા ધંધા કરતો હોવાનો આક્ષેપ કરતાં પોલીસે તપાસ કરતાં ફ્લેટની અંદર સોફા પરથી બીયરની બે બોટલ અને એક ટીન મળી આવ્યાં હતાં. આ કેસમાં પોલીસે મિતેષ જોનભાઇ મેકવાન (રહે.નવાયાર્ડ) સામે ગુનો નોંધ્યો છે. આ ઘટનાની વિગત એવી છે કે, શનિવારે બપોરે શહેર પોલીસ કંટ્રોલ રૂમ પર એક યુવતીએ મદદ માંગતો ફોન કર્યો હતો. કોલ કરનાર યુવતીએ કહ્યું હતું કે, મારી સાથે રીલેશન ધરાવતા મિતેષની પત્ની મારા ઘેર આવી ઝઘડો કરી રહી છે. પોલીસ જ્યારે કેયા મોટર્સ પાછળના ફ્લેટ ખાતે પહોંચી ત્યારે પતિ અને પત્ની વચ્ચે ઝગડો ચાલી રહ્યો હતો. પ્રેમિકાએ પોલીસને કહ્યું હતું કે,મેં જ ફોન કરીને તમને બોલાવ્યા છે. પોલીસે તપાસ કરતાં ખબર પડી કે, પતિ પ્રેમિકાના ફ્લેટમાં તેની સાથે શરીર સુખ માણી રહ્યો હતો ત્યારે જ તેની પત્નિ ત્યાં પહોંચી ગઈ હતી. પત્નિએ યુવકને પ્રેમિકા સાથે કામક્રિડા કરતો પકડીને તેની સાથે ઝગડો કર્યો હતો. પોલીસે ઝઘડો કરતી પત્નીને પૂછતાં તેણે કહ્યું હતું કે, આ મારો પતિ મિતેષ પ્રેમિકા સાથે રહે છે અને અહીં દારૂ પીવે છે. પોલીસે પત્નીના આક્ષેપની તપાસ કરતાં આ વાત સાચી હોવાનું બહાર આવ્યું હતું. IPL 2020: દિલ્હી કેપિટલ્સની ટીમમાં થશે બદલાવ, આ આક્રમક ખેલાડીની થશે બાદબાદી અમદાવાદઃ યુવક પત્નિ સાથે કેવી વિચિત્ર રીતે શારીરિક સંબંધો બાંધતો કે પત્નિ પહોંચી પોલીસ પાસે ? દેશના આ મોટા રાજ્યમાં દિવાળી બાદ ખૂલશે સ્કૂલો અને મંદિરો, મુખ્યમંત્રીએ ફટાકડાં ન ફોડવાની કરી અપીલ