સુરતઃ વડોદરાના હિંદુ યુવકે ધર્મપરિવર્તન કરીને મુસ્લિમ ધર્મ અંગિકાર કર્યા પછી સુરતના શાહપોર ખાતે રહેતી સગીરાને લગ્નની લાલચ આપી તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. લાંબા સમય સુધી સગીરા સાથે શારીરિત સુખ માણીને તેનું જાતિય અને શારીરિક શોષણ કરીને યુવકે તેને તરછોડી દેતાં આ મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે.
આ ઘટનાની વિગત એવી છે કે, વડોદરાનો રહેવાસી જૈમિન અશોકકુમાર વૈશ્ય મુંબઈ નોકરી માટે ગયો હતો. મુંબઈમાં ધર્મ પરિવર્તન કરી તે મુસ્લિમ બન્યો હતો અને મોહંમદ અરહાન શેખ બનીને રહેતો હતો. ફેસબુક પર તેનો પરિચય સુરતની કિશોરી સાથે થતાં વાતો શરૂ કરી હતી. એ પછી તે સુરત આવી ગયો હતો.
કિસોરી સાથે તેની નિકટતા સ્થપાઈ હતી અને મુસ્લિમ રીતિરિવાજ મુજબ સગાઈ કરી હતી. સગાઇના બીજા દિવસે જૈમિન સગીરાને પોતાના વેસુ સ્થિત મકાન પર લઇ ગયો હતો અને તેની સાથે બળજબરીથી શારિરિક સંબંધો બાંધ્યા હતા. સગાઈ થયેલી હોવાથી જૈમિન ફરવાના બહાને સગીરાને વારંવાર વેસુ કે રાંદેર સ્થિના મકાને લઈ જતો અને તેની સાથે શારીરિક સંબંધો બાંધીને બળાત્કાર કરતો હતો.
થોડા સમય પછી સગીરાના ધ્યાનમાં આવ્યું હતું કે, જૈમિન અન્ય છોકરીઓ સાથે ફોન પર વાત કરે છે. સગીરાએ જૈમિનને બીજી છોકરીઓ સાથે અફેર હોવાની વાત ઘરે કરી હતી. છોકરીના પરિવારે જૈમિનને ઘરે બોલાવી અફેર અંગે પૂછતાં જૈમિને ઉશ્કેરાઈને ઝઘડો કર્યો હતો અને લગ્ન કરવા નથી એમ કહી સગાઇ તોડી નાંખી હતી.
જૈમીન વડોદરા ખાતે માતા-પિતાના ઘરે રહેવા ચાલ્યો ગયો હતો. ત્યાર બાદ સગીરાએ વારંવાર કોલ કર્યા પણ લગ્ન નહિ કરવાનું રટણ કરતો હોવાથી સગીરાના પરિવારે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે લગ્નની લાલચે શારીરિક શોષણ કરી તરછોડી દેનારા જૈમિન અશોકભાઈ વૈશ્ય ઉર્ફે મોહંમદ અરહાન શેખ સામે ગુનો નોંધી પોલીસે અટક કરી હતી.
વડોદરાના યુવકે ધર્મપરિવર્તન કરીને મુસ્લિમ બનીને સુરતની સગીરા સાથે સગાઈ કરી, વારંવાર બાંધ્યા શારીરિક સંબંધ ને પછી....
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
21 Sep 2020 12:12 PM (IST)
લાંબા સમય સુધી સગીરા સાથે શારીરિત સુખ માણીને તેનું જાતિય અને શારીરિક શોષણ કરીને યુવકે તેને તરછોડી દેતાં આ મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો
- - - - - - - - - Advertisement - - - - - - - - -