વડોદરામાં 5 અને 6 ઓગસ્ટે પાણીકાપ રહેશે. પાણીકાપના કારણે 10 લાખથી વધુ નાગરિકોને 2 દિવસ પાણી મળશે નહીં. એરપોર્ટ બૂસ્ટર, કારેલીબાગ, બકરાવાડીમાં 2 દિવસ પાણીકાપ રહેશે. આજવા, વારસીયા, નવલખી, દરજીપુરા, ફતેપુરા, નવી ધરતી, સાધનાનગર, નોર્થ હરણી, સમા, સયાજીબાગ, જેલરોડ, લાલબાગ ટાંકી વિસ્તારમાં પાણીકાપ રહેશે.
મહીસાગર નદી પર આવેલા રાયકા પાણીના સ્ત્રોતથી આવતી જૂની ફીડર લાઈનને નવી ફીડર લાઈન સાથે જોડવાની કામગીરીને કારણે પાણી પુરવઠો ખોરવાશે.આ પાણીકાપની અસર શહેરના પૂર્વ, ઉત્તર અને દક્ષિણ વિસ્તારોમાં પાણી પુરવઠો આપતા મથકો પર જોવા મળશે. અસરગ્રસ્ત વિસ્તારોમાં નીચેના બૂસ્ટર અને ટાંકીઓનો સમાવેશ થાય છે. આ કામગીરી પૂર્ણ થયા બાદ 7 ઓગસ્ટથી નિયમિત પાણી પુરવઠો ફરી શરૂ થશે.
7 ઓગસ્ટથી નિયમિત પાણી પુરવઠો ફરી શરૂ થશે
વડોદરા મહાનગરપાલિકાના પાણી પુરવઠા વિભાગે જણાવ્યું છે કે, આ જરૂરી પાણીકાપ 5 ઓગસ્ટના રોજ સવારના પાણી વિતરણ બાદ શરૂ થશે. આ શટડાઉનની અસર હેઠળ 5 ઓગસ્ટની સાંજે અને 6 ઓગસ્ટના સવારે પાણી વિતરણ બંધ રહેશે. આ કામગીરી પૂર્ણ થયા બાદ 7 ઓગસ્ટથી નિયમિત પાણી પુરવઠો ફરી શરૂ થશે. આ શટડાઉનની અસર શહેરના પૂર્વ, ઉત્તર અને દક્ષિણ વિસ્તારોમાં પાણી પુરવઠો આપતા મથકો પર જોવા મળશે. આ અંગે પાણી પુરવઠા અધિકારી જતીન બધેકાએ જણાવ્યું હતું કે, 'અમે નાગરિકોને વિનંતી કરીએ છીએ કે તેઓ 5 અને 6 ઓગસ્ટ માટે જરૂરી પાણીનો સંગ્રહ કરી લે. આ કામગીરી શહેરની પાણી પુરવઠા વ્યવસ્થાને વધુ કાર્યક્ષમ બનાવવા માટે અનિવાર્ય છે. વડોદરા મહાનગરપાલિકાએ નાગરિકોને આગોતરા પાણીનો સંગ્રહ કરવાની અને આ કામગીરીમાં સહયોગ આપવાની વિનંતી કરી છે.
બીજી તરફ નર્મદા સરદાર સરોવર બંધમાં પાણીની આવક ઘટતાં જળ સપાટીમાં પણ ઘટાડો થયો હતો. નર્મદા ડેમની જળ સપાટી 132.00 મીટર પર પહોંચી છે. 24 કલાકમાં જળસપાટીમાં 0.5 મીટરનો ઘટાડો થયો હતો. ડેમના વધુ 5 ગેટ બંધ કરાયા હતા. નદી કિનારા પરથી પાણી ઘટવાનું શરૂ થતાં નદી કાંઠાનાં લોકોને રાહત મળી હતી.