આ શિયાળામાં ગુજરાતમાં કઈ જગ્યાએ સૌથી વધુ ઠંડી પડેશે? ઠંડીનો પારો 10 ડિગ્રી સુધી પહોંચે તેવી સંભાવના? જાણો વિગત
abpasmita.in | 18 Oct 2019 08:48 AM (IST)
વડોદરામાં નવેમ્બરથી જાન્યુઆરી સુધી ઉત્તર-પૂર્વના ઠંડા પવનોના પગલે ગુલાબી ઠંડી પડે તેવી સંભાવના છે.
વડોદરાઃ હાલ ગુજરાતમાં ઠંડીનો ચમકારો શરૂ થઈ ગયો છે ત્યારે વડોદરામાં આ વખતે પારો રેકોર્ડ તેવી સંભાવના છે. નવેમ્બર મહિનામાં ઉત્તર અને પૂર્વના ઠંડા પવનોની વિંડ પેટર્ન સેટ થઈ જતાં લઘુત્તમ તાપમાનનો પારો 20 ડિગ્રી સુધી પહોંચે તેવી સંભાવના છે. વડોદરામાં નવેમ્બરથી જાન્યુઆરી સુધી ઉત્તર-પૂર્વના ઠંડા પવનોના પગલે ગુલાબી ઠંડી પડે તેવી સંભાવના છે. જ્યારે 2018 ડિસેમ્બરમાં લઘુત્તમ તપામાનનો પારો 7.2 ડિગ્રી પહોંચેલો તેને પણ તોડી શકે છે. પરંતું આ સંભાવનાઓ વડોદરાની સ્થાનિક વેધર કન્ડિશન પર આધારીત રહેશે. વડોદરામાં ઠંડા પવનોની દિશા તેમજ ભેજનું પ્રમાણ કેટલું રહેશે તેના આધારે ઠંડીની તીવ્રતા પણ નક્કી કરવામાં આવશે. વડોદરામાં ઉત્તર-પૂર્વના પવનો ઉપરાંત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને પોલર વોરટેક્ષ પણ ઠંડી માટે થોડાક અંશે જવાબદાર રહે છે. વડોદરામાં મોટાભાગે ઓક્ટોબરના છેલ્લા સપ્તાહમાં મિનિમમ ટેમ્પરેચર 20 ડિગ્રી નીચે જાય છે. નવેમ્બરમાં 15 ડિગ્રી, ડિસેમ્બરમાં 10 ડિગ્રી અને જાન્યુઆરીમાં પણ 10 ડિગ્રી તાપમાન નીચે જતું હોય છે.