વડોદરાઃ IELTSના ક્લાસ ચલાવતો યુવક પરણીત હોવા છતા તેને સાથે કામ કરતી યુવતી સાથે જ લગ્નેત્તર સંબંધ બાંધ્યા હતા. એટલું જ નહીં, બીલ ગામમાં બંને છેલ્લા આઠેક મહિનાથી પતિ-પત્નીની જેમ રહેતા હતા. આ અંગે યુવકની પત્નીને ખબર પડી જતાં તેણે પતિને યુવતી સાથે રંગેહાથે ઝડપી પાડ્યા હતા.
યુવક પ્રેમીકા સાથે રંગેહાથ ઝડપાઇ જતાં ઉશ્કેરાઇ ગયો હતો અને પત્ની સાથે મારામારી કરી હતી. જેમાં પત્નીને આંગળી પર ફ્રેક્ચર થઈ ગયું હતું. આ અંગે પરિણીતાએ ગોરવા પોલીસ સ્ટેશનમાં પતિ અને સાસરીવાળા સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. યુવતીએ ફરિયાદમાં જણાવ્યું છે કે, વર્ષ 2013માં તેમના લગ્ન થયા હતા. લગ્ન પછી યુવક કતાર રહેતો હતો. જોકે, લાંબી માથાકૂટ પછી યુવતીને તેણે કતાર બોલાવી હતી. જોકે, વર્ષ 2017માં તેઓ ભારત પરત આવી ગયા હતા.
કતારથી પરત આવ્યા પછી પતિએ LTSના ક્લાસ ચાલુ કર્યા હતા. અહીં તેણે સાથે કામ કરતી યુવતી સાથે અનૈતિક સંબંધો બાંધ્યા હતા. તેમજ તેને પત્ની તરીકે પણ સાથે રાખી હતી. જેનો ભાંડો ફૂટી જતાં તેને માર્યો હતો. એટલું જ નહીં, પરિણીતાની ફરિયાદ છે કે, તેના સાસરીવાળા પણ તેના પર ત્રાસ ગુજારતા હતા. તેમજ પતિના એક સંબંધીએ મરાવી નાંખવાની ધમકી પણ આપી છે.
વડોદરાઃ IELTSના ક્લાસ ચલાવતા યુવકને કર્મચારી યુવતી સાથે બંધાયા શારીરિક સંબંધ, પત્નિએ બંનેને શરીર સુખ માણતાં ઝડપી લીધાં તો...
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
18 Dec 2020 01:00 PM (IST)
કતારથી પરત આવ્યા પછી પતિએ LTSના ક્લાસ ચાલુ કર્યા હતા. અહીં તેણે સાથે કામ કરતી યુવતી સાથે અનૈતિક સંબંધો બાંધ્યા હતા. તેમજ તેને પત્ની તરીકે પણ સાથે રાખી હતી.
પ્રતિકાત્મક તસવીર.
- - - - - - - - - Advertisement - - - - - - - - -