Vadodara News: વડોદરા રેલવે સ્ટેશન પર મહિલા કોન્સ્ટેબલની સતર્કતાથી એક યુવતીનો જીવ બચ્યો છે. મહિલા કોન્સ્ટેબલની બહાદુરીના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે. આ અંગે સામે આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, ચાલુ ટ્રેનમાં ચડતી મહિલાનો હાથ છૂટતા તે પડી ગઈ હતી. આ મહિલા ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે આવે તે પહેલાં જ મહિલા કોન્સ્ટેબલે સેકન્ડોમાં તેનો જીવ બચાવી લીધો હતો. કોમ્સ્ટેબલ અંજુ યાદવ આ મહિલા માટે દેવદૂત બનીને આવી હતી. જ્યારે ઘટના બાદ બીજી મહિલા કોન્સ્ટેબલે ટ્રેન રોકાવી દીધી હતી.
ગુજરાતમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી
રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાત પર હાલમાં બિપરજોય વાવાઝોડાનો ખતરો છે. વાવાઝોડાના પગલે રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતના તમામ જિલ્લાઓમાં 5 દિવસ વરસાદની આગાહી
10 જૂન
અમદાવાદ , સુરત , ડાંગ , નવસારી , વલસાડ , અમરેલી , ગીર સોમનાથમાં છૂટા છવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવા વરસાદની શક્યતા છે. આ સિવાયના જિલ્લામાં શુષ્ક વરસાદની શક્યતા છે
11 જૂન
અમદાવાદ , વડોદરા , છોટાઉદેપુર , નર્મદા , ભરૂચ , સુરત , ડાંગ , નવસારી , વલસાડ , તાપી , જૂનાગઢ , અમરેલી , ભાવનગર , ગીર સોમનાથમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે.
12 જૂન
સુરત , નવસારી , વલસાડ , રાજકોટ , જામનગર , પોરબંદર , જૂનાગઢ , અમરેલી , ભાવનગર , દેવભૂમિ દ્વારકા , ગીર સોમનાથમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.
13 જૂન
પાટણ , ગાંધીનગર, અમદાવાદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દેવભુમિ દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છમાં છૂટા છવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદની વધારે શક્યતા છે.
14 જૂન
અમદાવાદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છમાં ઘણી જગ્યાએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની વધારે શક્યતા છે.
પોરબંદર દરિયામાં ઉછળ્યા ઉંચા મોજા, અનેક જગ્યાએ વરસાદ
વાવાઝોડાની આગાહીને પગલે ગીર સોમનાથના વેરાવળ સમુદ્ર કિનારે ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ ગઈ છે. બીપરજોય વાવાઝોડાની અસર વર્તાવા લાગી છે. ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. હવામાનમાં અચાનક પલટો આવી ગયો છે. અરબી સમુદ્રમાં સર્જાયેલુ વાવાઝોડું ઝડપી ગતિએ આગળ વધી રહ્યું છે. તેવામાં હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વીજળીના કડાકા ભડકા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે જ આગામી બે દિવસ દરમિયાન પવન 35થી 45 કિમીની ઝડપે ફૂંકાશે. આગામી 13મી જૂને પવનની ઝડપ 70 કિમી થવાની સંભાવના છે. આજે વરસાદની આગાહી વચ્ચે અમદાવાદ શહેરમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. શહેરમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું.