વડોદરાઃ શહેરના પ્રતાપનગર ભરત વાડીમાં રહેતી મહિલાએ અન્ય યુવતી સાથે લગ્ન કરી લેતા અને પોતાને તરછોડી તેની સાથે રહેવા જતો રહેતા મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. વંદનાબેન પ્રકાશભાઈ ઠાકોરે પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, તેના પતિને એ જ વિસ્તારમાં રહેતી યુવતી સાથે પ્રેમ થઈ ગયો હતો અને પછી ડમી ડોક્યુમેન્ટને આધારે પોતે પરણીત હોવા છતા યુવતી સાથે બીજા લગ્ન કરી લીધા હતા અને તેની સાથે રહેવા જતો રહ્યો છે.
આ અંગેની વિગતો એવી છે કે, વંદનાબેન ઠાકોરનો વર્ષ 2005માં પાદરા તાલુકાના નેત્રા ગામે રહેતા પ્રકાશ સાથે લગ્ન થયા હતા. લગ્નજીવન દરમ્યાન બે સંતાનનો જન્મ થયો છે. એક વર્ષ તો પતિનું વર્તન વંદનાબેન સાથે શારૂ હતું. પરંતુ ધીમે ધીમે તેનું વર્તન બદલાવા લાગ્યું હતું. પ્રકાશને તેના જ ફળિયામાં રહેતી રશ્મિકા પટેલ નામની યુવતી સાથે પ્રેમસંબંધ થઈ ગયો હતો. આથી તે પત્ની પર ત્રાસ ગુજારતો હતો. વંદનાબેનને પતિના પ્રેમપ્રકરણની ખબર પડતા પ્રકાશે વધુ ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું.
દરમિયાન વંદનાબેને પતિ અને પ્રેમીકા અંગે તપાસ કરાવતા માર્ચ 2012 ખોટા દસ્તાવેજોને આધારે તેમણે લગ્ન કરી લીધા હોવાનું સામે આવતાં તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. આ અંગે તેણે પતિને વાત કરતાં તેણે મારી નાંખવાની ધમકી આપી હતી. તેમજ માર્ચ 2020માં પતિ રશ્મિકા સાથે બીજે રહેવા જતો રહ્યો હતો. આ અંગે મહિલા પોલીસે વંદનાબેનની ફરિયાદ લઈ પતિ પ્રકાશ અને રશ્મિકા સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરાઃ બે સંતાનના પિતાને ફળિયામાં રહેતી યુવતી સાથે બંધાયા શારીરિક સંબંધ, પત્નિને આ વાતની પડી ખબર ને.....
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
30 Nov 2020 10:38 AM (IST)
વંદનાબેને પતિ અને પ્રેમીકા અંગે તપાસ કરાવતા માર્ચ 2012 ખોટા દસ્તાવેજોને આધારે તેમણે લગ્ન કરી લીધા હોવાનું સામે આવતાં તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.
પ્રતિકાત્મક તસવીર.
- - - - - - - - - Advertisement - - - - - - - - -