વડોદરા: વડોદરાના સાધલી ગામે બેકારીથી કંટાળેલાં યુવકે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે.  યુવાનને નોકરી,ધંધો ન મળતાં હતાશ રહેતો હતો.  સાધલીના 32 વર્ષીય હિતેષ સુભાષભાઇ દરજી (ઉં.વ.32)એ  જીવન ટૂંકાવ્યું છે.   યુવાને સાસરીમાં વીડિયો કોલ કરી ગળેફાંસો ખાવાની જાણ કરી હતી. હિતેષ દરજીએ આપઘાત કરતા પૂર્વે તેમના પરિવારના સભ્ય રાજેશભાઇ ફૂલમાળીને વોટ્સએપ વીડિયો કોલ કર્યો હતો. જેમાં હિતેષ ઘરની અંદરનો વીડિયો બતાવતા કહે છે કે, મકાનના દરવાજા બંધ કરી દીધા છે. દાદર પાસેનો દરવાજો ખુલ્લો છે. પણ કોઇ આવવાનું નથી. મોભ પર દોરીનો ગાળિયો તૌયાર કરી દીધો છે.  મને મારા છોકરાઓને એક વાર બતાવી દે. 


યુવાને વીડિયો કોલમાં પોતાના બાળકોને છેલ્લી વાર જોવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.  વીડિયો કોલ બાદ મૃતક યુવકની પત્ની તાત્કાલિક રિક્ષા લઈને સાધલી ગામે યુવકના ઘરે પહોં હતી. જો કે તેઓ ત્યાં પહોંચે તે પહેલા યુવાને જીવન ટૂંકાવી લીધું હતું.  


ફરિયાદ મુજબ શહેરના વડસર બ્રિજ પાસે રહેતો હિતેષ સુભાષભાઇ દરજી ઇલેક્ટ્રિશિયનનું કામ કરતો હતો. તે સમયે તેના સંપર્કમાં સોનલ આવી હતી. બંને વચ્ચે પ્રેમસબંધ બંધાયા હતા. બંને અલગ-અલગ જ્ઞાતિના હોવાથી તેઓએ 12 વર્ષ પહેલાં ભાગીને લગ્ન કર્યા હતા. 12 વર્ષના લગ્નજીવનમાં 5 વર્ષની પુત્રી અને 5 મહિનાનો પુત્ર છે.


છેલ્લા છ માસથી બેકારી અને ઝઘડાથી ત્રસ્ત થઈ હિતેષ પોતાના વતન સાધલી ગામે જઈ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.  શિનોર પોલીસે આ બનાવ અંગે કાર્યવાહી હાથ ધરી છે. શિનોર પોલીસે મૃતક યુવાનના મૃતદેહનું  પોસ્ટમોર્ટમ કરાવી મૃતદેહને  તેના પરિવારજનોને સોંપ્યો હતો.  


દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી


રાજ્યમાં આજથી વરસાદનું જોર ઘટશે. હવામાન વિભાગે આ આગાહી કરી છે.  હાલ કોઇ વરસાદી સિસ્ટમ સક્રિય નથી. તેમ છતા દક્ષિણ ગુજરાતમા ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  6 અને 7 તારીખ સુધીમાં રાજ્યમાં  ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે.  5 થી 7 જૂલાઇ સુધી માછિમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.  સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં છેલ્લા એક અઠવાડિયાથી વરસાદી માહોલ છે. અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે.જૂનાગઢ જિલ્લાના વિસાવદર અને માંગરોળ ધેડ પંથકમાં તો ભારે વરસાદના કારણે ખતરો બેટમાં ફેરવાયા છે.  


ચોમાસાની સિઝનમાં અત્યાર સુધી ગુજરાતમાં સરેરાશ 11 ઇંચ વરસાદ નોંધાયો છે.  સૌથી વધુ કચ્છ ઝોનમાં  સરેરાશ 16 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં 15.33 ઇંચ વરસાદ નોંધાયો છે.  સૌથી ઓછો મધ્ય ગુજરાતમાં વરસાદ નોંધાયો છે. અહીં સિઝનનો 20.40 ટકા વરસાદ પડ્યો છે. સૌરાષ્ટ્રમાં સરેરાશ 46.71  અને ઉત્તર ગુજરાતમાં 29.29 ટકા વરસાદ નોંધાયો છે. 


છોટા ઉદેપુર,  ડાંગ, નર્મદા,નવસારી, દમણ અને દાદરાનગર હવેલીમા હવામાન વિભાગ દ્વારા  વરસાદની આગાહી કરવામાં આવી છે.   સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં છૂટો છવાયો વરસાદ રહે તેવી સંભાવના છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી 24 કલાક ભારે વરસાદ વરસવાની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુાસાર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા છે. ભારે વરસાદની આગાહીને લઈ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.