વડોદરાઃ શહેરના ફતેગંજ બ્રિજ પર રાત્રીના સમયે બાઇક ડિવાઈડર સાથે ભટકાતાં યુવકનું મોત નીપજ્યું છે. 32 વર્ષીય મિતુલ કપીલભાઈ પટેલ (રહે-ખડકી પટેલ ફળીયું)ને અકસ્માતમાં મોત થતાં પોસ્ટમોર્ટમ અર્થે એસ.એસ.જી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ફતેગંજ પોલીસ કાર્યવાહી હાથ ધરી છે.


ગઈ કાલે આ જ જગ્યાએ બુલેટને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા બેના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા, જ્યારે એકને ગંભીર ઇજા થઈ હતી. 18 કલાકમાં ફતેહગંજ ખાતે બીજો અકસ્માત થયો છે.