વડોદરાઃ પાદરાના ઘાયજ ગામ પાસે ખેતરમાં યોજાયેલી થર્ટીફર્સ્ટની પાર્ટીમાં યુવકની હત્યા થી જતા ચકચાર મચી ગઈ છે. નવાપુરાના યુવાનની હત્યાના ગુનામાં પોલીસે પાર્ટીમાં સામેલ તમામ 9 યુવાનની અટકાયત કરી તપાસ હાથ ધરી છે. પોલીસની નજરથી બચવા યુવાનોએ ખેતરમાં ડાન્સ, ડિનર અને ડ્રિંક્સ એમ થ્રીડી પાર્ટીનું આયોજન કર્યું હતું. આ પાર્ટી દરમિયાન ઝઘડો થતાં પાર્ટીમાં સામેલ વડોદરાના નવાપુરાના હિતેશ પરમારનું મોત નીપજ્યું હતું.

નવાગાગમના યુવકની હત્યા થઈ હોવાની જાણકારી સવારે પોલીસને મળતા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવી હતી. તેમજ 9 યુવકોની અટક કરી તેમની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. તપાસ દરમિયાન હત્યાનું કારણ અને હત્યારા વિશે વધુ વિગતો સામે આવી શકે છે.