Weather Update Live: ગુજરાતમાં આવશે ગાત્રો થીજવતી ઠંડીનો વધુ એક રાઉન્ડ, જાણો હવામાન વિભાગની ભૂક્કા કાઢી નાંખતી આગાહી
હવામાન વિભાગના અનુસાર આજથી તાપમાનનો પારો 2 થી 3 ડિગ્રી વધશે... જેથી ઠંડીથી આંશિક રાહત મળશે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમા ઠંડીનો વધુ એક રાઉન્ડ આવશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઠંડીનું વધુ પ્રમાણ રહેશે. આગામી 5 દિવસને લઈ હવામાન વિભાગે આગાહી કરતાં જણાવ્યું, આગામી 5 દિવસ રાજ્યમાં તાપમાન સૂકું રહેશે. 48 કલાક તાપમાનમાં કોઈ બદલાવ નહીં થાય. આગામી બે દિવસ બાદ ઠંડી વધશે. બે દિવસ બાદ 2 થી 3 ડિગ્રી તાપમાન માં ઘટાડો થતા ઠંડી સામાન્ય વધશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઠંડીની અસર રહેશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે તાપમાનમાં ઘટાડો થશે. પવનને કારણે ઠંડી અનુભવાઇ શકે છે.
પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર અને ઉત્તર મધ્ય પ્રદેશના વિવિધ ભાગોમાં કોલ્ડવેવની સ્થિતિની સંભાવના છે અને તે પછી તે ઘટશે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 19 અને 20 જાન્યુઆરીએ તાપમાનમાં 3 થી 5 ડિગ્રી સેલ્સિયસનો વધારો થશે અને તે પછી આગામી 3 દિવસ સુધી કોઈ ખાસ ફેરફાર થશે નહીં. ગુરુવારે (જાન્યુઆરી 19), ઉત્તર રાજસ્થાનના જુદા જુદા ભાગોમાં શીત લહેરથી ગંભીર શીત લહેરની સ્થિતિ પ્રવર્તશે.
પંજાબના કેટલાક વિસ્તારોમાં 22 જાન્યુઆરીએ હળવો વરસાદ જ્યારે 23 જાન્યુઆરીએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. 24 અને 25 જાન્યુઆરીએ પણ વરસાદની સંભાવના છે. 22 જાન્યુઆરીએ દિલ્હી, ચંદીગઢ અને હરિયાણામાં વરસાદની સંભાવના છે. 23 અને 24 જાન્યુઆરીએ હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. 25 જાન્યુઆરીએ પણ દૂરના વિસ્તારોમાં હળવો વરસાદ થવાની સંભાવના છે. પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં 23 જાન્યુઆરીએ કેટલાક વિસ્તારોમાં જ્યારે 24 જાન્યુઆરીએ મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડશે. પૂર્વી ઉત્તર પ્રદેશમાં 24 અને 25 જાન્યુઆરીએ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 20 જાન્યુઆરીની રાત્રે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હિમાલય વિસ્તારમાં પહોંચશે, જે 25 જાન્યુઆરી સુધી રહેશે. જેના કારણે 21 જાન્યુઆરીથી પહાડો પર હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. તે જ સમયે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે, 23 થી 25 જાન્યુઆરી સુધી ઉત્તર પશ્ચિમ ભારતના મેદાની વિસ્તારોમાં વરસાદની સંભાવના છે.
તીવ્ર ઠંડીનો સામનો કરી રહેલા ઉત્તર ભારતને રાહત મળી શકે છે. હવામાન વિભાગે આગામી 24 કલાકમાં કોલ્ડવેવની સ્થિતિમાં ઘટાડો થવાની આગાહી કરી છે. દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થવાનો અંદાજ છે. પરંતુ આ પછી વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીએ પરિપત્ર જાહેર કરી શાળાઓને સમયમાં ફેરફાર કરવાની છૂટ આપવામાં આવી હતી. ઠંડીના કારણે અમદાવાદની શાળાઓના સમયમાં ફેરફાર કરવાની છૂટ અપાઇ હતી. અમદાવાદ શહેરની 500 શાળામાં પાંચ લાખથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. મોટી ભાગની શાળાનો સમય સવારના સાત વાગ્યાનો છે. પરંતુ વહેલી સવારે 9થી 10 ડિગ્રી તાપમાનમાં વિદ્યાર્થી સ્કૂલે જઈ રહ્યાં છે. આ મામલે જિલ્લા શિક્ષણાધિકારીને આચાર્ય સંઘે રજૂઆત કરી હતી. તો કૉંગ્રેસે શિક્ષણ મંત્રીને રજૂઆત કરી કે, શાળાનો સમય એક કલાક મોડો કરવામાં આવે.
- અમદાવાદમાં 10.01 ડિગ્રી સાથે ઠંડુંગાર
- ગાંધીનગર 9.01ડિગ્રી નોંધાયુ
- બનાસકાંઠ 8.3 ડિગ્રી
- પાટણ 9.04 ડિગ્રી
- વડોદરા 12.06 ડિગ્રી
- કચ્છ 5.01 ડિગ્રી
- નલિયા 4 ડિગ્રી નોંધાયું
- રાજકોટ 11.03 ડિગ્રી
- પોરબંદર 10.04 ડિગ્રી
બ્રેકગ્રાઉન્ડ
રાજ્યમાં તાપમાનનો પારો ઉચકાયો છે, જોકે ધ્રુજાવનારી શીતલહેર યથાવત છે. હવામાન વિભાગના અનુસાર આજથી તાપમાનનો પારો 2 થી 3 ડિગ્રી વધશે. જેથી ઠંડીથી આંશિક રાહત મળશે.. જો કે કચ્છનું નલિયા રહ્યું સૌથી ઠંડુંગાર. નલિયામાં નોંધાયું 3.8 ડિગ્રી તાપમાન... તો અમરેલી અને કેશોદમાં 8-8 ડિગ્રી તાપમાન નોંધાયું.. જ્યારે અમદાવાદમાં 11 ડિગ્રી તાપમાન નોંધાયું અમદાવાદ શહેરમાં ઠંડા પવનની ગતિ તેજ રહી... પ્રતિ કિમી 15 થી 20ની ઝડપે પવન ફૂંકાતા ઠંડીનો ચમકારો અનુભવાયો. જો કે, અમદાાવદમાં પણ ઠંડીથી થોડી રાહત મળશે. રાજ્યમાં તાપમાનનો પારો ઉચકાયો.. જોકે ધ્રુજાવનારી શીતલહેર યથાવત..
- - - - - - - - - Advertisement - - - - - - - - -