માનવ અધિકાર દિવસ:10મી ડિસેમ્બર એટલે કે આજે આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસ છે. આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસ દર વર્ષે 10 ડિસેમ્બરે સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે, આ વર્ષે પણ તે ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. આ વર્ષની થીમ 'સમાનતા - અસમાનતા ઘટાડવી, માનવ અધિકારોને આગળ વધારવી' છે.


માનવ અધિકાર દિવસનો ઇતિહાસ


10 ડિસેમ્બર, 1948 ના રોજ, સંયુક્ત રાષ્ટ્રએ વિશ્વ માનવ અધિકાર ઘોષણાપત્ર કરીને પ્રથમ વખત માનવ અધિકારની વાત કરી. જોકે સત્તાવાર રીતે આ દિવસની જાહેરાત 1950માં કરવામાં આવી હતી. એસેમ્બલીએ આ દિવસે 'આંતરરાષ્ટ્રીય માનવાધિકાર દિવસ' ઉજવવા માટે તમામ દેશોને આમંત્રિત કર્યા, ત્યારબાદ એસેમ્બલીએ ઠરાવ 423 (V) પસાર કર્યો અને આ દિવસની ઉજવણી કરવા માટે તમામ દેશો અને સંબંધિત સંસ્થાઓને નોટિસ જાહેર કરી. માનવ અધિકારોની સાર્વત્રિક ઘોષણા 500 થી વધુ ભાષાઓમાં કરાઇ .  ભારતમાં માનવ અધિકાર અધિનિયમ 28 સપ્ટેમ્બર 1993 થી લાગુ કરવામાં આવ્યો હતો અને 12 ઓક્ટોબર 1993 ના રોજ 'રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ' ની રચના કરવામાં આવી હતી, પરંતુ 10 ડિસેમ્બર 1948 ના રોજ સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા આ ઘોષણાને માન્યતા આપવામાં આવી હતી. પરંતુ માનવ અધિકાર દિવસ માટે 10 ડિસેમ્બરનો દિવસ નક્કી કરવામાં આવ્યો હતો.



ભારતમાં 12 ઓક્ટોબર 1993ના રોજ રાષ્ટ્રીય માનવ અધિકાર પંચની રચના કરવામાં આવી હતી, ત્યારથી માનવ અધિકાર આયોગ રાજકીય, આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક કાર્યના ક્ષેત્રોમાં પણ કામ કરે છે. જેમ કે વેતન, HIV એઇડ્સ, આરોગ્ય, બાળ લગ્ન, મહિલા અધિકાર, માનવ અધિકાર પંચનું કામ વધુને વધુ લોકોને તેમના અધિકારો વિશે જાગૃત કરવાનું છે. જો કે ભારતમાં માનવાધિકારની વાત કરીએ તો સ્પષ્ટ થાય છે કે, આજે પણ ઘણા લોકો પોતાના અધિકારો હોવા છતાં માનવ અધિકારો વિશે જાગૃત નથી. પછાત રાજ્યો અને ગામડાઓમાં જ્યાં સાક્ષરતાનું સ્તર થોડું નીચું છે ત્યાં માનવ અધિકારોનું ઉલ્લંઘન સામાન્ય છે. આવા વિસ્તારોમાં સત્તા ધરાવતા લોકો તેમને અનુસરતા નથી અને સામાન્ય લોકો પર દબાણ બનાવે છે. શહેરોમાં માનવ અધિકારો પ્રત્યે જાગૃત લોકો હોય છે, પરંતુ તેઓ તેનો ખોટો ફાયદો પણ ઉઠાવે છે


મોદી સરકાર આવી પછી કેટલી વિદેશી કંપનીઓ ભારતમાંથી જતી રહી


નવી દિલ્લીઃ ભારતમાં નરેન્દ્ર મોદી સરકાર સત્તામાં આવી પછી 2800 વિદેશી કંપની ભારતમાં પોતાનો બિઝનેસ બંધ કરીને જતી રહી છે. ભારત માટે વિદેશી રોકાણ મહત્વનું છે ત્યારે આટલા મોટા પ્રમાણમાં વિદેશી કંપનીઓ ભારતમાં પોતાનો બિઝનેસ બંધ કરીને જતી રહી એ સમાચાર આંચકાજનક છે. ખૂદ કેન્દ્ર સરકારે આ કબૂલાત કરી છે.


સત્તાવાર રીતે અપાયેલી માહિતી પ્રમાણે, લોકસભાની 2014ની ચૂંટણી બાદ સત્તામાં આવેલી કેન્દ્રની મોદી સરકારના શાસનમાં  છેલ્લા સાત વર્ષમાં લગભગ 2800 વિદેશી કંપનીઓએ ભારતમાં પોતાનો બિઝનેસ બંધ કરી દીધો છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલે સંસદમાં આ માહિતી આપતા કહ્યું કે, 2014થી અત્યાર સુધીમાં લગભગ 2800 વિદેશી કંપનીઓએ ભારતમાં પોતાનો બિઝનેસ બંધ કરી દીધો છે.  તેમણે કહ્યું કે હાલમાં લગભગ ૧૨,૫૦૦ વિદેશી કંપનીઓ ભારતમાં પેટાકંપનીઓ એટલે કે સબસિડરીઝ દ્વારા કામકાજ કરી રહી છે.


એક લેખિત પ્રશ્નના જવાબમાં ભારતના કોમર્સ મિનિસ્ટર ગોયલે જણાવ્યું હતું કે, છેલ્લા સાત વર્ષમાં 2783 વિદેશી કંપનીઓએ ભારતમાં તેમની કામગીરી બંધ કરી છે. આ કંપનીઓની સંપર્ક ઓફિસ, બ્રાન્ચ ઓફિસ, પ્રોજેક્ટ ઓફિસ અથવા પેટાકંપનીના બેનર હેઠળ ભારતમાં નોંધાયેલી હતી. તેમણે કહ્યું કે, આ કંપનીઓએ વ્યવસાયિક હેતુ કે પ્રોજેક્ટ પૂરા થતાં પેરેન્ટ કંપનીનું પુનર્ગઠન, મર્જર અથવા મેનેજમેન્ટના અન્ય કોઈ નિર્ણયને કારણે ભારતમાં કામ કરવાનું બંધ કર્યું છે.



ગોયલે કહ્યું કે આ સમયગાળા દરમિયાન દેશમાં 10,756 વિદેશી કંપનીઓએ બિઝનેસ શરૂ કર્યો છે. આ કંપનીઓના રજીસ્ટ્રેશન બાદ હવે ભારતમાં કુલ 12,458 સક્રિય વિદેશી કંપનીઓ છે. ગોયલે કહ્યું કે આ આંકડો 30 નવેમ્બર, 2021 સુધીનો છે.