ગાંધીનગરઃ રાજ્યની ૮ મનપામાં રાત્રી કર્ફ્યુની ગાઈડ લાઈન યથાવત રહેશે. રાજ્યમાં કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે. મળતી જાણકારી અનુસાર 8 મહાનગરોમાં રાત્રે એક વાગ્યાથી સવારે પાંચ વાગ્યા સુધી રાત્રી કર્ફ્યૂ યથાવત રહેશે. કોરોનાની ગાઇડલાઇન 31 ડિસેમ્બર સુધી યથાવત રહેશે. ગૃહ વિભાગ થોડી વારમાં સત્તાવાર જાહેરાત કરશે.


આ પહેલા જાહેર કરેલી માર્ગદર્શિકામાં સિનેમા હોલને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. પહેલા 50%ની ક્ષમતા સાથે ચાલતા સિનેમા ઘરો હવે 100 ટકા ક્ષમતા સાથે ખોલી શકાશે. ગુજરાત સરકારે મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂ યથાવત રાખી કોરોના નિયંત્રણો હળવા કરવા માટે વિચારણા કરી છે. હવે રાજ્યમાં 8 મનપા વિસ્તારોમાં રાત્રી કર્ફ્યૂ યથાવત રહેશે પણ તેમાં મોટી રાહત આપવામાં આવી છે. સરકારે કેટલાક નિયત્રણોમાં આંશિક છૂટછાટ આપી છે. હવે રાતે 1 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યુ રહેશે. 


સુરતમાં ફરીથી કોરોનાનાં કેસ વધી રહ્યા છે. શહેરના ન્યુ સિટીલાઈટ વિસ્તારમાં આવેલ સૂર્યા કોમ્પ્લેક્ષમાં પણ કોરોના 2 કેસ પોઝિટિવ આવ્યા છે. જોવાની વાત એ છે કે બંનેએ વેક્સિનનો બીજો ડોઝ લીધો હતો. બે કે,સ પોઝિટિવ આવતા મનપા પ્રશાસન દોડતું થયું હતું. આરોગ્ય વિભાગની ટીમે કોમ્પ્લેક્ષના તમામ રહીશોનું ટેસ્ટીગ શરૂ કરી દીધું છે. અત્યાર સુધીમાં કુલ 10 લોકોનાં કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જો કે આ તમામનાં રિપોર્ટ નેગેટીવ આવતા હાશકારો અનુભવ્યો હતો.


Metro Brands IPO: રાકેશ ઝુનઝુનવાલાએ રોકાણ કરેલ મેટ્રો બ્રાન્ડ્સનો IPO આજથી ખુલશે, જાણો કેટલી છે પ્રાઈસ બેન્ડ


Defence Ministry Recruitment 2021: સંરક્ષણ મંત્રાલયમાં આ જગ્યાઓ પર નીકળી ભરતી, જાણો વિગતે


SBI CBO Recruitment 2021: એસબીઆઈમાં સર્કલ આધારિત અધિકારીઓની 1226 જગ્યાઓ માટે ભરતી, જાણો વિગતે


રેસિડેન્ટ તબીબોની માંગ સ્વીકારાતા અમદાવાદમાં તબીબોએ હડતાળ કરી પૂર્ણ