નવી દિલ્લીઃ દેશમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. દેશમાં હાલ, કોરોનાના કુલ કેસ 11 લાખને પાર થઈ ગયા છે અને દેશમાં 27 હજારથી વધુ લોકોના મોત થયા છે. ત્યારે દેશમાં એવા પાંચ રાજ્ય છે, જ્યાં કોરોનાથી અત્યાર સુધીમાં એક પણ વ્યક્તિનું મોત થયું નથી. આ પાંચ રાજ્યોની વાત કરીએ તો મણિપુર, નાગાલેન્ડ, સિક્કિમ મિઝોરમ અને લદ્દાખ(કેન્દ્ર શાસિત પ્રદેશ)નો સમાવેશ થાય છે.


દેશમાં કોરોનાના વધી રહેલા કેસો વચ્ચે મૃત્યદર 2.45 ટકા થઈ ગયો છે. દેશમાં મૃત્યુદર સતત ઘટી રહ્યો છે. બીજી તરફ દેશમાં રિકવરી રેટ પણ વધી રહ્યો છે. કાલે દેશનો રિકવરી રેટ 62.68 ટકા હતો. દેશમાં હાલ, કોરોનાનું સંક્રમણ મહારાષ્ટ્ર, દિલ્લી, તમિલનાડું, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને ગુજરાતમાં સૌથી વધુ છે.