World Radio Day 2022:દર વર્ષે 13 ફેબ્રુઆરીએ વિશ્વભરમાં 'વિશ્વ રેડિયો દિવસ' ઉજવવામાં આવે છે.  કોઇને કોઇ થીમ પર આ દિનની ઉજવણી થાય છે. 2023માં 'ઇવોલ્યુશન - ધ વર્લ્ડ ઓલવેઝ ચેન્જિંગ' થીમ હતી.  એટલે કે વિકાસની સાથે દુનિયા પણ વિકાસ કરી રહી છે. આ રેડિયોની સુગમતા અને સ્થિરતા દર્શાવે છે. વિશ્વમાં બધું જ પરિવર્તિત છે. તેથી રેડિયો પણ બદલતા સમય સાથે અનુલુકત સાધે છે.  અને નવીનતા લાવે છે.


આ દિવસની ઉજવણીની શરૂઆત  વર્ષ 2012થી થઇ હતી.  વાસ્તવમાં, રેડિયો જનસંચારનું એક એવું માધ્યમ છે, જેના દ્વારા અત્યાર સુધી અસંખ્ય લોકો સુધી સંદેશો પહોંચાડવામાં આવ્યો છે. ખાસ કરીને ગામડાઓ, શહેરો અને એવા સ્થળોએ રહેતા લોકો માટે જ્યાં સંદેશાવ્યવહારના અન્ય માધ્યમો સુધી પહોંચવું સરળ નથી. આ સ્થળોએ હજુ પણ સંચારનું મુખ્ય માધ્યમ રેડિયો છે.


વિશ્વ રેડિયો દિવસ મનાવવાનો  હેતુ


સમગ્ર  વિશ્વમાં  રેડિયોએ સમગ્ર વિશ્વમાં માહિતીની આપ લે કરવામાં અને લોકોને શિક્ષિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. તેનો ઉપયોગ યુવાનોને અસર કરતા વિષયોની ચર્ચામાં સામેલ કરવા માટે થતો હતો. તે કુદરતી અને માનવસર્જિત આફતો દરમિયાન લોકોના અમૂલ્ય જીવનને બચાવવામાં મદદ કરે છે. હાલમાં પણ, તે માહિતીના પ્રસારનું સૌથી શક્તિશાળી અને સસ્તું માધ્યમ છે. રેડિયો સદીઓ જૂનું માધ્યમ હોવા છતાં પણ હજુ પણ ઉપયોગી સંચાર માધ્યમ છે.  વિશ્વ રેડિયો દિવસ અભિવ્યક્તિની સ્વતંત્રતા, જાહેર ચર્ચા અને શિક્ષણના પ્રસારમાં રેડિયોના મહત્વને સમજાવવાના ઉદ્દેશ્ય સાથે ઉજવવામાં આવે છે.


વિશ્વ રેડિયો દિવસનો ઇતિહાસ


સ્પેનિશ રેડિયો એકેડમીએ 2010માં પ્રથમ વખત 13 ફેબ્રુઆરીને વિશ્વ રેડિયો દિવસ તરીકે ઉજવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. તે પછી વર્ષ 2011 માં યુનેસ્કોના સભ્ય દેશો દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું અને 2012 માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા તેને સ્વીકૃતિ મળી હતી.  આ પછી યુનેસ્કોએ આ દિવસને 13 ફેબ્રુઆરી 2012ના રોજ વિશ્વ રેડિયો દિવસ તરીકે પ્રથમ વખત ઉજવ્યો. ત્યારથી સમગ્ર વિશ્વમાં આ દિવસે વિશ્વ રેડિયો દિવસની ઉજવણી કરવામાં આવી હતી. હકીકતમાં, 13 ફેબ્રુઆરી એ સંયુક્ત રાષ્ટ્ર રેડિયોની વર્ષગાંઠ પણ છે. વર્ષ 1946 માં આ દિવસે તેની સર્વિસની  શરૂઆત કરવામાં આવી હતી.


આ રીતે મનાવાયા છે વિશ્વ રેડિયો દિવસ


દર વર્ષે, યુનેસ્કો વિશ્વભરના બ્રોડકાસ્ટર્સ, સંસ્થાઓ અને સમુદાયો સાથે મળીને રેડિયો દિવસને ચિહ્નિત કરવા માટે પ્રવૃત્તિઓની વિશાળ શ્રેણીનું આયોજન કરે છે. તેમજ આ દિવસે સંદેશાવ્યવહારના માધ્યમ તરીકે રેડિયોને કેન્દ્રસ્થાને રાખીને  મહત્વની ચર્ચા કરવામાં આવે છે અને જાગૃતિ ફેલાવવામાં આવે છે. એ પણ જણાવવામાં આવે છે કે રેડિયો એક એવી સેવા છે, જેના દ્વારા માત્ર રેડિયો ફ્રીક્વન્સી વિશે વાત કરી શકાતી નથી. તેના બદલે, જ્યારે આપત્તિ દરમિયાન સંચારના અન્ય માધ્યમો અટકી જાય છે, ત્યારે અસરગ્રસ્તોને માહિતી અને  મદદ પહોંચાડવા માટે ઉત્કૃષ્ટ સેવા આપતું  માધ્યમ છે.