BCCI New Central Contracts: ભારતીય ક્રિકેટ કન્ટ્રૉલ બોર્ડ (BCCI) અનુબંધિત ખેલાડીઓની આ વખતે સેલેરીમાં વધારો કરવાનું વિચારી રહી છે. જેમાં બૉર્ડ 10 થી 20 ટકા સુધીનો વધારો કરી શકે છે. આઇપીએલ અને મહિલા પ્રીમિયર લીગના મીડિયા રાઇટ્સથી બૉર્ડને બમ્પર કમાણી થઇ છે, આ પછી બીસીસીઆઇ આનો લાભ ભારતીય ખેલાડીઓને પણ આપી શકે છે. ટીમ ઇન્ડિયાના ખેલાડીઓને વાર્ષિક કૉન્ટ્રાક્ટ અંતર્ગત બૉર્ડ તરફથી મળનારા વેતનમાં વર્ષ 2017 બાદ કોઇપણ પ્રકારનો વધારો નથી કરવામાં આવ્યો.  


5 વર્ષ વીત્યા બાદ હવે બૉર્ડ આમાં મોટો વધારો કરી શકે છે. ફેબ્રુઆરી મહિનામાં જ વાર્ષિક અનુબંધને લઇને આની જાહેરાત કરવામાં આવી શકે છે.આ વખતે શુભમન ગીલ, હાર્દિક પંડ્યા અને સૂર્યકુમાર યાદવને વાર્ષિક કૉન્ટ્રાક્ટમાં પ્રમૉટ પણ કરવામાં આવી શકે છે, સાથે જ ઇશાન કિશન અને સંજૂ સેમસનને પણ આ વર્ષે અનુબંધિત ખેલાડીઓમાં સામેલ કરવામાં આવી શકે છે. 


કૉન્ટ્રાક્ટને લઇને એક સીનિયર બીસીસીઆઇ ઓફિશિયલે ઇનસાઇટ સ્પૉર્ટ્સને આપેલા એક નિવેદનમાં કહ્યું - જી હા, અનુબંધને લઇને ચર્ચા ચાલી રહી છે, અને અમે પ્રત્યેક 5 વર્ષમાં અનુબંધિત ખેલાડીઓના વેતનમાં વધારો કરી રહ્યાં છીએ, સતત ખુબ સારુ ક્રિકેટ થતુ હોવાના કારણે મને લાગે છે કે, ખેલાડીઓ આના હકદાર છે, પરંતુ આનો ફેંસલો તમામની સહમતિ મળ્યા બાદ લેવામાં આવશે. પરંતુ જો તમે ઇંગ્લેન્ડના ખેલાડીઓની સેલેરીથી આની તુલના કરશો, તો અમારા ખેલાડીઓને હજુ પણ તેમનાથી વધારે મેચ ફી મળી રહી છે. 


વળી, તેમને આગળ કહ્યું કે, જી હા, આ વખતે અનુબંધને લઇને જાહેરાત થવામાં થોડુ મોડુ થયુ છે, આનુ કારણ ચૂંટણી અને તેના પછીની નવી સિલેક્શન કમિટીની આવવાના કારણે થયુ છે. આને લઇને અંતિમ ફેંસલો લગભગ લઇ ચૂકાયો છે. જેનુ એલાન આ મહિને નહીં તો આગળના મહિને કરી દેવામાં આવશે.


 


IND VS AUS: BCCIનો મોટો નિર્ણય, ત્રીજી ટેસ્ટમાં મેચની જગ્યા બદલી, જાણો હવે ક્યાં રમાશે


IND VS AUS 3rd Test of Border-Gavaskar Trophy:  ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 4 મેચની ટેસ્ટ સીરીઝ શરૂ થઈ ગઈ છે. બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પ્રથમ મેચ નાગપુરમાં રમાઈ હતી જેમાં ટીમ ઈન્ડિયાએ એક દાવ અને 132 રને જીત મેળવી હતી. આ મેચ પહેલા ઓસ્ટ્રેલિયન મીડિયામાં પિચને લઈને ઘણો હોબાળો થયો હતો. હવે એવા અહેવાલ છે કે આ સીરીઝની ત્રીજી ટેસ્ટ મેચનું સ્થળ બદલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ મેચ ધર્મશાળામાં રમાવાની છે.


ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ સીરીઝની બીજી મેચ દિલ્હીમાં રમાવાની છે. ત્યાર બાદ બંને ટીમો ધરમશાલામાં ત્રીજી ટેસ્ટ મેચ રમવાની હતી, પરંતુ આ અંગે શેડ્યૂલમાં ફેરફારની માહિતી છે. માનવામાં આવી રહ્યું છે કે ધર્મશાલાનું સ્ટેડિયમ આ મેચનું આયોજન કરવા માટે સંપૂર્ણપણે તૈયાર નથી, જેના કારણે આ ત્રીજી ટેસ્ટ મેચને અન્ય જગ્યાએ  શિફ્ટ કરવામાં આવશે.


InsideSport અનુસાર, BCCI અધિકારીએ કહ્યું હતું કે, એ બાબત ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે કે મેચને ધર્મશાલાથી શિફ્ટ કરવી પડશે. મેચ શરૂ થવાની છે ત્યાં સુધીમાં આ જગ્યા તૈયાર નહીં થાય. એચપીસીએએ આ જગ્યાને મેચની યજમાની માટે તૈયાર કરવા માટે બધું જ કર્યું છે પરંતુ અહીંના આઉટફિલ્ડને આંતરરાષ્ટ્રીય મેચના સ્તરે પહોંચવામાં થોડો વધુ સમય લાગશે. વર્તમાન પરિસ્થિતિ વિશે વાત કરીએ તો તે અત્યારે કોઈપણ આંતરરાષ્ટ્રીય મેચનું આયોજન કરવા યોગ્ય નથી.


કયા મેદાન પર રમાશે ત્રીજી ટેસ્ટ?