China Taiwan: વૈશ્વિક સ્તરે પોતાની આક્રમક વ્યૂહરચનાથી અલગ પડી રહેલું ચીન તેના પડોશીઓની મુશ્કેલીઓમાં સતત વધારો કરતું રહ્યું છે. ફરી એકવાર ડ્રેગને તાઈવાનની હવાઈ સરહદની નજીક તેના ફાઈટર પ્લેન મોકલીને યુદ્ધનો માહોલ પેદા કર્યો હતો. તાઈવાનના સંરક્ષણ મંત્રાલયે સોમવારે એક એલર્ટ જાહેર કરીને કહ્યું કે ચીને છેલ્લા 24 કલાકમાં તેની સૈન્ય ગતિવિધિઓમાં નોંધપાત્ર વધારો કર્યો છે. આ સમયગાળા દરમિયાન તાઈવાનના સરહદ પર 103 ચીની ફાઇટર જેટ જોવા મળ્યાનો દાવો કરવામાં આવી રહ્યો છે.






તાજેતરના સમયમાં તાઈવાનને ધમકી આપવા માટે ચીને મોકલેલા આ સૌથી વધુ ફાઈટર પ્લેન છે. એવું જાણવા મળ્યું છે કે ચીને 17 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બરની વચ્ચે આવું કર્યું હતું. તાઈવાનના સંરક્ષણ મંત્રાલયે તેને પોતાના અને બંને વચ્ચે સ્થિત સ્ટ્રેટ માટે ચિંતાનો વિષય ગણાવ્યો છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બેઇજિંગ દ્વારા તાઇવાનની સતત સૈન્ય સતામણી તણાવમાં વધારો કરશે અને પ્રાદેશિક સુરક્ષાની સ્થિતિને વધુ ખરાબ કરી શકે છે. તાઈવાને ચીનને આ પ્રકારની કાર્યવાહી તાત્કાલિક બંધ કરવા કહ્યું છે.                 






હિન્દુસ્તાન ટાઈમ્સ અનુસાર, તાઈવાને છેલ્લા 24 કલાકમાં ટાપુની આસપાસ 103 ચીની ફાઈટર પ્લેન શોધી કાઢ્યા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, '17 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બરની વચ્ચે રાષ્ટ્રીય સંરક્ષણ મંત્રાલયે કુલ 103 ચીની ફાઈટર પ્લેન શોધી કાઢ્યા હતા. જે તાજેતરમાં ચીન દ્વારા મોકલવામાં આવેલા ફાઈટર પ્લેનમાં સૌથી વધુ હતું. આનાથી તાઈવાન સ્ટ્રેટ અને પ્રદેશમાં સુરક્ષા માટે ગંભીર પડકારો ઉભા થયા છે. મંત્રાલયે વધુમાં કહ્યું કે, 'બેઈજિંગની સતત સૈન્ય સતામણીથી તણાવ વધી શકે છે અને પ્રાદેશિક સુરક્ષાને વધુ ખરાબ કરી શકે છે.                        


નોંધનીય છે કે ચીન તાઇવાન પર પોતાનો દાવો કરે છે જેને પોતાનો એક ભાગ માને છે. આમ છતાં તાઈવાનની પોતાની સરકાર, સેના અને બંધારણ છે. તાઈવાન પર ચીનના દાવાનું મૂળ એક ચીન નીતિ છે. જે દાવો કરે છે કે 'ચીન' નામનું માત્ર એક જ સાર્વભૌમ રાજ્ય છે અને તાઈવાન અને મુખ્ય ભૂમિ બંને તે એક જ અસ્તિત્વનો ભાગ છે.