Nepal Flood: ભારે વરસાદ બાદ નેપાળમાં પૂર અને ભૂસ્ખલનથી 112ના મોત,બિહારમાં એલર્ટ જારી

Nepal Flood: નેપાળમાં ભારે વરસાદના કારણે ભૂસ્ખલન અને પૂરના કારણે ઓછામાં ઓછા 112 લોકોના મોત થયા છે. ગુરુવારથી દેશના કેટલાક ભાગોમાં ભારે પાણી ભરાયા હોવાથી ઘણા લોકો ગુમ થયા હોવાના અહેવાલ છે.

Continues below advertisement

Nepal Flood: નેપાળમાં ભારે વરસાદના કારણે ભૂસ્ખલન અને પૂરના કારણે ઓછામાં ઓછા 112 લોકોના મોત થયા છે. ગુરુવારથી દેશના કેટલાક ભાગોમાં ભારે પાણી ભરાયા હોવાથી ઘણા લોકો ગુમ થયા હોવાના અહેવાલ છે. અધિકારીઓએ શનિવારે પૂરની ચેતવણી જારી કરી હતી. દેશમાં હજુ પણ કુલ 79 લોકો ગુમ છે, જેમાં કાઠમંડુ ખીણમાં 16 લોકોનો સમાવેશ થાય છે. 3,000 થી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા છે, પરંતુ દેશભરમાં 63 સ્થળોએ મુખ્ય ધોરીમાર્ગો બંધ છે.

Continues below advertisement

વીજ પુરવઠો પણ પ્રભાવિત થયો 

નેપાળમાં પૂરના કારણે વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે જેના કારણે કાઠમંડુમાં દિવસભર વીજ કાપ રહ્યો હતો પરંતુ સાંજે વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું કે કાઠમંડુમાં 226 ઘરો ડૂબી ગયા છે અને નેપાળ પોલીસ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં લગભગ ત્રણ હજાર સુરક્ષા કર્મચારીઓની બચાવ ટીમ તૈનાત કરવામાં આવી છે. બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. સાથે જ લોકોને સાવચેતી અને સતર્ક રહેવાની પણ અપીલ કરવામાં આવી છે.

કાઠમંડુ ખીણમાં ભારે નુકસાન થયું છે. અહીં ઓછામાં ઓછા 37 લોકોના મોત થયા છે. કાવરે જિલ્લામાં પૂર અને ભૂસ્ખલનને કારણે ઓછામાં ઓછા 34 લોકોના મોત થયા હતા અને 26 અન્ય લોકો ગુમ થયા હતા. રાષ્ટ્રીય રાજધાની કાઠમંડુને જોડતા તમામ હાઇવે અને રોડ વિભાગો કટ કરવામાં આવ્યા છે. આ દરમિયાન, શનિવારે મકવાનપુરના ઈન્દ્રસરોવરમાં ભૂસ્ખલનને કારણે ઓલ નેપાળ ફૂટબોલ એસોસિએશન (ANFA)ના છ ખેલાડીઓના મોત થયા હતા.

ભારે વરસાદ પછી નેપાળમાં પૂર અને ભૂસ્ખલનથી 112 લોકોના મોત; બિહારમાં એલર્ટ

નેપાળમાં ભારે વરસાદની અસર બિહારમાં પણ જોવા મળી રહી છે. ગંડક અને કોસી નદીનું જળસ્તર લાલ નિશાનથી ઉપર છે, જેના કારણે ઘણા જિલ્લાઓમાં પૂરની સ્થિતિ છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગે 20 જિલ્લાઓમાં પૂરની ચેતવણી જારી કરી છે. ભારતીય હવામાન વિભાગે ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે.

અનેક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ
હકીકતમાં, બિહારમાં સતત વરસાદને કારણે રાજ્યના ઘણા ભાગોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. નેપાળમાં પણ ભારે વરસાદ થઈ રહ્યો છે, જેના કારણે ગંડક અને કોસી નદીઓમાં પાણીનું સ્તર વધી ગયું છે. છેલ્લા 24 કલાકમાં ગંડક અને કોસીના ડિચ્સાર્જમાં પાંચ ગણો વધારો થયો છે. જેના કારણે અનેક જિલ્લાઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. આ કારણે ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગે 20 જિલ્લામાં પૂરની ચેતવણી જારી કરી છે.

પહેલેથી જ, ગંડક, કોસી અને બાગમતી નદીઓમાંથી ભારે પાણી છોડવાના કારણે બિહારના 13 જિલ્લાઓમાં પૂર આવ્યું છે, જેનાથી 141,000 થી વધુ લોકોને અસર થઈ છે. પશ્ચિમ ચંપારણ, પૂર્વ ચંપારણ, શિયોહર, ગોપાલગંજ, સિવાન, સીતામઢી, અરરિયા, કિશનગંજ, પૂર્ણિયા, સુપૌલ, મધેપુરા, મુઝફ્ફરપુર અને મધુબની જિલ્લાઓ ગંભીર રીતે પ્રભાવિત થયા છે. રાજ્ય એજન્સીઓએ અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ અને રાહત કામગીરી શરૂ કરી દીધી છે.

આ પણ વાંચો...

Accident: દ્વારકા નજીક ભયંકર અકસ્માત, બે માસૂમ બાળકો સહિત 5નાં કમકમાટીભર્યો કરૂણ મૃત્યુ

Continues below advertisement
Sponsored Links by Taboola