દક્ષિણ અમેરિકાના કોલંબિયામાં વિમાન દુર્ઘટનામાં 12નાં મોત, જાણો વિગત
abpasmita.in | 10 Mar 2019 08:55 AM (IST)
શનિવારે વહેલી સવારે દક્ષિણ અમેરિકી દેશ કોલંબિયામાં એક વિમાન દુર્ઘટનામાં 12 લોકોનાં મોત નિપજ્યાં છે. નાગરિક સુરક્ષા ઈમરજન્સી સેવાએ ટ્વિટ કરીને આ દુર્ઘટના અંગેની સમગ્ર જાણકારી આપી છે. ઈમજન્સી સેવાએ જણાવ્યું હતું કે, ધ ડલગસ DC-3 વિમાન દેશનાં મધ્યપૂર્વ ભાગમાં દુર્ઘટનાગ્રસ્ત થયું છે. આ વિમાનમાં 2 એન્જિન છે. આ વિમાન સાન જોશ દેલ ગુઆવિયારે અને વિલ્લાવિસેંસિયો પરથી ઉડાન ભરી રહ્યું હતું તે સમયે આ દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં 12નાં મોત નિપજ્યાં છે.