નવી દિલ્હીઃ બ્રિટનના વડાપ્રધાન થેરેસા મેએ બ્રિટનની સંસદમાં બ્રેક્ઝિટ મુદ્દા પર વારંવાર હારનો સામનો કર્યા બાદ શુક્રવારે રાજીનામાની જાહેરાત કરી દીધી છે. તેમણે કહ્યું કે, તે સતાધારી કંઝર્વેટિવ પાર્ટીના નેતાના રૂપમાં સાત જૂનના રોજ પોતાના પદ પરથી રાજીનામું આપશે. જ્યાં સુધી નવા વડાપ્રધાનનું નામ નક્કી ના થાય ત્યાં તે વડાપ્રધાન પદ પર રહેશે.

રાજીનામું આપતા સમયે થેરેસા મે ભાવુક જોવા મળી અને કહ્યું કે, વડાપ્રધાન તરીકે કામ કરવું મારા માટે સન્માનની વાત હતી. રડતા રડતા તેમણે કહ્યું કે, હું આભાર માનું છું કે જે  દેશને પ્રેમ કરું છું તેના માટે કામ કરવાની મને તક મળી.

પોતાના ભાષણમાં થેરેસા મેએ કહ્યું કે, મે આપણા એક્ઝિટની શરતો પર વાતચીત કરી. મે સાંસદોને તે ડિલને પાછી લેવા માટે મનાવવા જે શક્ય હતું તે બધુ જ કર્યું છે. અફસોસની વાત એ છે કે હું એવું કરી શકી નહીં.