સુરતઃ અમેરિકામાં ભારતીયો પર હુમલાની ઘટના સતત બનતી રહે છે. જેમાં ઘણી વખત તેમણે જીવ પણ ગુમાવવો પડે છે. પરંતુ આ વખતે ગુજરાતી યુવકની ગોળી મારીને હત્યા કરવામાં આવી હોવાની ઘટના બની છે.



ઓલપાડ તાલુકાના મુળદ ગામના જય ચંદ્રકાંત પટેલની ક્વિન્સ સ્ટ્રીટમાં અજાણ્યા લોકોએ ગોળી મારી હત્યા કરી હતી. ઓલપાડ તાલુકાના મુળદ ગામનો પટેલ પરિવાર છેલ્લા 15 વર્ષથી અમેરિકામાં રહેતો હતો. હત્યારાઓ લાલ કલરની ગાડીમાં આવ્યા હતા.



પોલીસના જણાવ્યા મુજબ, 19 વર્ષના જય પટેલની હત્યા અન્યત્ર સ્થળે કરવામાં આવ્યા બાદ તેની બોડી ફ્લોરલ પાર્કમાં તરછોડી દેવામાં આવી હતી. પડોશીઓના જણાવ્યા મુજબ તેના કૂતરાએ બે લોકોને બોડી નજીક જોયા હતા અને બાદમાં તેઓ નાસી છૂટ્યા હતા.



પોલીસને આ ઘટનાનો એક વીડિયો પણ મળી આવ્યો છે. જેમાં આરોપીએ લાલ કરલરની Toyota Camryમાં આવ્યા હોવાનું માનવું છે. મૃતક જય પટેલા નાસાઉ કોમ્યુનિટી કોલેજમાં બિઝનેસ સ્ટુડન્ટ હતો.

અમદાવાદમાં હિટ એન્ડ રનની ઘટનામાં બે જોડિયા ભાઈઓના મોત, પરિવારમાં છવાયો માતમ