કેનેડા: કેનેડાના પૂર્વમાં સ્થિત ફ્રેડેરિકટન શહેરમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. જેમાં અત્યાર સુધી 4 લોકોનાં મોત થયા છે. જેમાં 2 પોલીસના જવાન સામેલ છે. પોલીસે સ્થાનિક નાગરિકોને ચેતવણી જાહેર કરીને કહ્યું કે, ફાયરિંગ હજુ પણ યથાવત છે. તેથી તેઓ પોતાના ઘરમાં જ રહે અને દરવાજા બંધ રાખે. સાથે જ મુસાફરી કરી રહેલા લોકો રિંગ રોડ નજીક બ્રૂકસાઇડ ડ્રાઇવ નામના વિસ્તાર તરફ ન જવાની સૂચના આપવામાં આવી છે.


ન્યૂ બ્રૂન્સવિકના કેપિટલ સિટી ફ્રેડેરિક્શનમાં અંદાજિત 56,000 જેટલી વસતી છે. પોલીસે ટ્વીટર પર પોસ્ટ કરી હતી કે, આ શહેરમાં હજુ પણ ફાયરિંગ યથાવત છે અને અનેક લોકોનાં ઘાયલ થયાના સમાચાર છે. વધુ એક ટ્વીટમાં પોલીસે કહ્યું કે, ઘટનાના પગલે એક વ્યક્તિની ધરપકડ કરી લેવામાં આવી છે. જો કે, પોલીસે હજુ સુધી શૂટિંગ અંગે કોઇ માહિતી નથી આપી.