ઓટારિટોઃ કેનેડાના ઓટારિટો સ્થિત એક ભારતીય રેસ્ટોરન્ટમાં વિસ્ફોટ થયો છે. બ્લાસ્ટ પાછળની કારણની હજુ કોઇ જાણકારી મળી શકી નથી. વિસ્ફોટમાં 18 લોકો ઘાયલ થયાની જાણકારી મળી રહી છે. વિસ્ફોટના સમયે મોટાભાગના લોકો રેસ્ટોરન્ટમાં ડિનર કરી રહ્યા છે. એક રિપોર્ટ પ્રમાણે, ઓટોરિયોના મિસિસૌગામાં આવેલી બોમ્બે ભેલ રેસ્ટોરન્ટમાં સ્થાનિક સમયાનુસાર રાત્રે સાડા દસ વાગ્યે વિસ્ફોટ થયો હતો.
અધિકારીઓના કહેવા પ્રમાણે, હજુ સુધી વિસ્ફોટ પાછળના કારણની જાણકારી મળી શકી નથી. સ્થાનિક વહીવટીતંત્રએ ઘટનાસ્થળ પર બોમ્બ સ્ક્વોર્ડ મોકલી છે. પોલીસે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, બે શંકાસ્પદ વ્યક્તિઓ રેસ્ટોરન્ટના સીસીટીવીમાં જોવા મળ્યા છે. જેમના દ્ધારા આઇઇડી બ્લાસ્ટ કર્યાની આશંકા છે.
ઘાયલોને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે કહ્યું કે, બે શંકાસ્પદ વ્યક્તિઓને વિસ્ફોટ બાદ રેસ્ટોરન્ટમાંથી બહાર નીકળતા જોવા મળ્યા હતા. બંન્નેની ઉંમર 20 વર્ષની આસપાસ લાગી રહી છે. પોલીસે બંન્ને શકમંદોની તસવીરો ટ્વિટર પર શેર કરી હતી. પોલીસે લખ્યું કે, બે સંદિગ્ધ
IED લઇને ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા અને વિસ્ફોટ બાદ તરત જ તેઓ ઘટનાસ્થળ પર ભાગી ગયા હતા.