કાઠમંડુઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેપાળ પ્રવાસના બીજા દિવસે મુક્તિનાથ મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી.  ત્યારબાદ વડાપ્રધાન કાઠમંડૂના પશુપતિનાથ મંદિરમાં પણ જશે. પશુપતિનાથ મંદિરમાં તેઓ ભગવાન વિષ્ણુ અને શિવના આશિર્વાદ લેશે. નોંધનીય છે કે મુક્તિનાથ મંદિર જનારા મોદી પ્રથમ ભારતીય વડાપ્રધાન છે.

મુક્તિનાથ મંદિરમાં ભગવાન વિષ્ણુની પૂજા શાલિગ્રામના રૂપમાં કરવામાં આવે છે.આ મંદિર હિમાલયમાં ત્રણ હજાર 700 મીટરથી વધુની ઉંચાઇ પર આવેલું છે.