નવી દિલ્હી: પોતાના લગ્નને જીવનભર યાદગાર બનાવવા માટે કપલો અવનવા તકરકીબ અજમાવતા હોય છે. આવી જ રીતે બેન્કોકમાં કપલો માટે દર અનોખી સ્પર્ધા યોજવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે  ‘રનિંગ ઑફ ધ બ્રાઇડ્સ’ યોજાઈ હતી, જેને જોવા દૂર દૂરથી લોકો પહોંચ્યા હતા. આ સ્પર્ધામાં કપલોએ રેસ લગાવવાની હોય છે અને જે જોડી જીતે તેને 28 હજાર ડૉલર ઇનામ રાખવામાં આવ્યું હતું. દોડની ખાસ વાત એ છે યુવતી થાકી જાય તો યુવક તેને ખબે બેસાડીને દોડ લગાવે છે.


આ સ્પર્ધામાં 250 કપલોએ ભાગ લીધો હતો. જે જલ્દી જ પ્રભુતામાં પગલા માંડવા જઈ રહ્યા છે. આ સ્પર્ધા માટે ખાસ ડ્રેસ કોડ દૂલ્હન અને દુલ્હાની જેમ સજીને ભાગ લેવાનું હતું. એ રેસ સિરાડા થમવાના અને તેના પતિ સિચાઈચાઈ પ્રોંગોંગિને 2.5 માઈલ(4 કીમી) દોડ લગાવીને જીતી હતી.


રેસ જીત્યા બાદ 29 વર્ષની સિરાડાએ કહ્યું કે આ દોડ દરમિયાન ખૂબજ થાકી ગઈ હતી, પરંતુ મે મારા પતિને કહ્યું હતું કે હું હાર નહીં માનું. આ કપલ વેડિંગ પેકેજમાં એક ગાઉન અને દુલ્હા માટે સૂટ, લગ્નના બેન્ડ, થાઈ રિસોર્ટ દ્વીપ પર એક હનીમૂન અને માલદીવની યાત્રા સામેલ હતી.

દર વર્ષે આયોજિત આ દોડનો ઉદ્દેશ્ય છે કે કપલ વેડિંગ પેકેજ જીતીને પોતાના લગ્નને યાદગાર બનાવી શકે અને પોતાના શોખ થી પૈસા વાપરી શકે. દર વર્ષે લગ્ન કરવા જઈ રહેલા કપલો આ સ્પર્ધાની રાહ જોતા હોય છે.