મહારાષ્ટ્રમાં સત્તા માટે તમામ પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે આ બધાંની વચ્ચે આજનો દિવસ મહત્વનો સાબિત થઈ શકે છે. આજે સૌની નજર સુપ્રિમ કોર્ટ પર છે કારણ કે સુપ્રિમ કોર્ટમાં આજે જે નિર્ણય આવશે તેનાથી આગળીની દશા અને દિશા નક્કી થશે. હાલ કોર્ટમાં બન્ને પક્ષો વચ્ચે દલિલ કરવામાં આવી રહી છે.

સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે, રાજ્યપાલે અજિત પવારને ચિઠ્ઠી આપી હતી. તેની તારીખ 22 નવેમ્બર છે. જેની પર લખ્યું હતું કે, તે એનસીપી ધારાસભ્ય દળના નેતા છે.

તુષાર મહેતાએ કહ્યું હતું કે, તેમમે 9 નવેમ્બર સુધી રાહ જોઈ હતી. સૌથી મોટી પાર્ટીને આમંત્રણ આપ્યું હતું જોકે ભાજપ ના પાડી દીધી હતી. 10 તારીખે શિવસેનાને આમંત્રણ આપવામાં આવ્યું હતું જોકે તેમને પણ ના પાડી દીધી હતી. જ્યારે 11 તારીખે NCPને સરકાર બનાવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું જોકે તેમણે પણ ના પાડી દીધી હતી જેના કરાણે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગૂ કરવામાં આવ્યું હતું.

સુપ્રિમ કોર્ટે દેવેન્દ્ર ફડણવીસની ચિઠ્ઠીનું પણ અનુવાદ માગ્યું. મહેતા તેને વાંચી રહ્યાં છે. ચિઠ્ઠીમાં લખ્યું હતું કે, હું ફડણવીસ ધારાસભ્ય દળનો નેતા તરીકે પસંદગી થયો છું. એનસીપીએ સમર્થન આપ્યું છે. 11 બીજા ધારાસભ્યોનું પણ સમર્થન છે. મને કુલ 170 ધારાસભ્યોનું સમર્થન છે.